ઝાલોદ APMC ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં ક્રેશ ક્રેડિટ કેમ્પ યોજાયો..
ઝાલોદ ની એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ ખાતે 130 વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ની અધ્યક્ષ સ્થાને ક્રેશ ક્રેડિટ કેમ્પમાં હાજરી આપી હતી.
ઝાલોદ તા. ૫
રાષ્ટ્રીય આજીવિકા અન્વયે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન તાલુકા પંચાયત દ્વારા ઝાલોદ નગરના એ.પી.એમ.સી ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની શરૂઆત દિપ પ્રાગટય સાથે કરવામાં આવેલ હતું. ઉપસ્થિત ધારાસભ્યનું સ્વાગત તેમજ અન્ય તમામ ઉપસ્થિત લોકોનું સ્વાગત પુષ્પગુંચ્છ થી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તાલુકા પંચાયત વિકાસ અધિકારી ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા દ્વારા મહિલાઓને લગતી યોજનાઓ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
કેશ ક્રેડિટ કેમ્પની વિસ્તૃત જાણકારી આપવા તેમજ સદા પ્રજાના કામકાજ માટે હમેશાં તૈયાર એવા ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા કાર્યક્રમની વિગતવાર માહિતી આપી. આજના પ્રોગ્રામ અનુરૂપ માહિતી આપતા ધારાસભ્ય મહેશ ભૂરિયાએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદા મહિલાઓને પગભર થાય તે માટે સદા પ્રયત્નશીલ છે અને તેમના માર્ગદર્શન મુજબ અમે પણ મહિલાઓના વિકાસ માટે પહેલા ધ્યાન આપી તે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેની વિશેષ કાળજી રાખી પ્રાથમિકતા આપીએ છીએ. મહિલાઓ વિકાસ અને પગભર થવાના દરેક કામો અમે મંજુર કરીએ છીએ જેથી દરેક મહિલાઓ પગભર થાય અને ગુજરાત સરકાની વિવિધ યોજનાઓનો લાભ લઈ આગળ વધે. દેશ, રાજ્ય કે ગામની દરેક મહિલાઓ પગભર થાય તે માટે સખીમંડળ રચી વગર વ્યાજની લોન ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. મહિલાઓને પગભર થવા માટે મહિલાઓ સખીમંડળ બનાવી રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે જેમકે ખેતીકામ, અગરબત્તી બનાવવી, સિલાઇકામ,મોતી કામ,મરઘા પાલન, બકરા પાલન, પશુપાલન,ડેરી ઉદ્યોગ, મસાલા ઉદ્યોગ, કરિયાણા ઉદ્યોગ સાથે જોડાઈ મહિલાઓ પોતાના પરિવારનો વિકાશ અને પોતાનો વિકાશ કરી શકે છે તેમ ધારાસભ્ય મહેશ ભૂરિયાએ કહ્યું હતું.આજના ભારતમાં મહિલાઓના ઉત્થાન માટે ભારત સરકાર સતત ચિંતન કરી વિવિધ યોજનાઓ થકી વિકાસ કાર્યો કરી રહી છે.
આજના કેશ ક્રેડિટ પ્રોગ્રામમાં વિવિધ સખી મંડળની બહેનો પોતે કઈ રીતે પગભર થઈ તેની સાફલ્ય ગાથા લોકોની વચ્ચે મૂકી હતી જેથી બીજા લોકો પણ પ્રેરિત થઈ આ યોજનાનો લાભ ઉઠાવી શકે. આ યોજનાના લાભ આપવા વિવિધ બેંકસઁ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા ઝાલોદ તાલુકાની 2006 સખી મંડળે કેવો ફાળો લઇ કેવી રીતે આગળ આવ્યા તેની વિગતવાર માહિતી આપી હતી.
છેલ્લે ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા વિવિધ સખી મંડળના લાભાર્થીઓને એક કરોડ ચાર લાખ પંચાવન હજારના ચેક વિતરણ કરી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આગામી સમયમાં જે સખી મંડળના કામોને મંજુરી મળેલ છે તેમણે મંજૂરી પત્રક આપી પ્રોગ્રામ પુરો કર્યો હતો..