બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં મહિલાઓના આર્થિક ઉત્થાન માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
૬૦૦ સ્વસહાય જુથોને ૯ કરોડની કરાઇ ચુકવણી કરાઈ!
સુખસર,તા.૩
ફતેપુરા તાલુકા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બુધવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં ‘કેશ ક્રેડીટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ પગભર થાય તે હેતુથી સ્વ સહાય જૂથોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકા પંચાયત ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષતામાં તાલુકા પંચાયત હોલ ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૬૦૦ સ્વસહાય જૂથોને ૯ કરોડની લોન સહાય મંજૂરી મળી હતી. જેમાં ઉપસ્થિત સ્વ સહાય જૂથોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ પગભર થાય અને સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી શકે તે હેતુથી સ્વ સહાય જૂથોને લોન સહાય આપી રહી છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે મિશન મંગલમ કચેરી દ્વારા સ્વ સહાય જૂથો લાભદાયી છે. ગૃહ ઉદ્યોગ ખોલવા માટે સરકારની યોજના મુજબ બેંકો દ્વારા લોન સહાય આપવામાં આવે છે.તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી દ્વારા પણ સ્વ સહાય જૂથોના વિવિધ નાના ઉદ્યોગો માટેની જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ બેન્કો ના મેનેજરો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ જ જિલ્લાના લીડ મેનેજર દ્વારા પણ આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.તાલુકા વિકાસ અધિકારી એ.ડી.પટેલ, વિસ્તરણ અધિકારી પી.બી ઉમા,ઉપપ્રમુખ જયાબેન પારગી, સુખસરના સરપંચ નરેશભાઈ કટારા તેમજ સ્વ સહાય જૂથો ની લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડી.એલ.એમ સુકુમાર ભુરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.