રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જનજાગૃતિ માટે EVM મશીનનું પ્રદર્શન યોજાયું..
ચૂંટણી પંચના નિર્દેશોનુસાર મતદારોમાં જાગૃતિ લાવવા તેમજ ઇલેક્શન અંગેની જાણકારી અર્થે EVM રથ ગામડાઓ ખૂંદશે…
દાહોદ તા. ૪
લોકસભા 2024 ની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન તેમજ નિર્દેશોઅનુસાર મતદારોમા જનજાગૃતિ લાવવા તેમજ ઇલેક્શનને અનુલક્ષીને લોકોને જાણકારી મળે તે હેતુથી
દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં EVM, મશીન, તેમજ VVPAT મશીનને નિર્દેશન હેતુ મોકલવામાં આવ્યું છે. જે પૈકી એક EVM રથ દાહોદ તાલુકાના ગામડાઓ ખૂંદશે. અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને ઇલેક્શન સંબંધી જાણકારી તેમજ વોટીંગ કેવી રીતે કરવું.
કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે ઇલેક્શન અંગેની લોકોને જાણકારી મળે તે હેતુથી જનજાગૃતિ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આજરોજ મામલતદાર કચેરી ખાતે આવી રીતે EVM મશીનને જન જાગૃતિ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો.જેમાં દાહોદ મામલતદાર મનોજ મિશ્રા, તથા નાયબ મામલતદાર રવિન્દ્ર ડામોર નાઓએ મામલતદાર કચેરીએ આવેલા ગ્રામજનોને ઇલેક્શન અંગેની માહિતી આપી તેઓને જાગૃત કરવા માટે સમજણ આપી હતી.