Friday, 11/10/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો  

January 2, 2024
        339
સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો  

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો  

સંતરામપુર તા. ૨

સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો  

   વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ રથની સ્ક્રીન પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક ઉદબોધન નિહાળ્યું હતું

સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો  

    નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી ડી ભગોરાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જૈમીનીબેન પટેલ, મામલતદાર, ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, મહામંત્રીઓ છગનભાઈ, ભરતભાઈ, સરપંચ શીવાભાઈ, યાત્રા ઇન્ચાર્જ ભરતભાઈ,દૂધ મંડળી ચેરમેન શીવાભાઈ, અગ્રણીઓ મનહરભાઈ,ભવાનભાઈ, શાળાના આચાર્યો દિનેશભાઈ, સંજયભાઈ એમજીવીસીએલ ઈજનેર સહીત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો  

   આ પ્રસંગે ગ્રામજનોએ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના પ્રેરક સંદેશા તેમજ વિવિધ યોજનાકીય માહિતીથી વાકેફ કરતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા સામુહિક શપથ લીધા હતા.

    કાર્યક્રમમાં ‘ધરતી કરે પુકાર કે’ થીમ હેઠળ શારીરિક અને ધરતીમાતાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે મિશન મંગલમ દ્વારા રજૂ કરાયેલા નુક્કડ નાટકને ગ્રામજનોએ નિહાળ્યું હતુ. આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા બદલાવી કહાનીને ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરીને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આરોગ્ય, આંગણવાડી કેમ્પનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, શાળા પરિવાર,ખેતીવાડી, આરોગ્ય, આઈસીડીએસ સહીત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!