બાબુ સોલંકી :- સુખસર
વડાપ્રધાન નરેનદ્રભાઈ મોદી યુવાનો ને રમત-ગમત અને ખેલદીલી પ્રત્યે હંમેશા પ્રોત્સાહીત કરતા રહયા છે:ધારાસભ્ય રમેશભાઈ કટારા
જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર પણ ઉપસ્થિત રહ્યા
ફતેપુરા વિધાનસભામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ .
સુખસર,તા.૩૦
ફતેપુરા વિધાનસભા માં સાંસદ ખેલ સ્પર્ધા નો પ્રારંભ ફતેપુરા આઇ.કે દેસાઈ સ્કૂલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરાયો હતો.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર સહિત તાલુકાના હોદ્દેદારો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ લોકસભા વિસ્તારમા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ સાંસદ ખેલ સ્પર્ધા નો પ્રારંભ ૩૦ ડિસેમ્બર થી કરવામાં આવ્યું હતું.જે ૫ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ પૂર્ણ થશે. ફતેપુરા વિધાનસભાનો કાર્યક્રમ ફતેપુરા આઇ.કે.દેસાઈ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ખેલ સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો.દીપ પ્રગટાવીના કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારે પ્રસંગિક પ્રવચન કર્યું હતું. અને રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય રમેશભાઈ કટારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેનદ્રભાઈ મોદી યુવાનોનો ને રમત-ગમત અને ખેલદીલી પ્રત્યે હંમેશા પ્રોત્સાહીત કરતા રહયા છે.
રમત અને ફિટનેસને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે તેવી લોકોને અપિલ કરી તે અંતર્ગત ખેલ સંસ્કૃતીનો વિકાસ થાય અને ખેલદીલીને પ્રોત્સાહન મળે તેવા આશયથી સાંસદોને પોત- પોતાના સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ ખેલ સ્પર્ધા નું આયોજન કરવાનું આહવાન કરેલ છે.આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, જિલ્લા સભ્યો,તાલુકા સભ્યો,મંડળ પ્રમુખ સહિત રમતમાં ભાગ લેનાર બાળકો,વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.