રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની નીમુંણક કરાઈ.
કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય તાલુકા પાર્ટી પ્રમુખ ઉપપ્રમુખ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ શૈક્ષણિક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા
દાહોદ તા. ૨૯
દાહોદ જિલ્લામા હાલમાં જ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ સહિત ઉપપ્રમુખો તેમજ તાલુકા પંચાયતમાં પ્રમુખો અને બોડીની નવીન રચના કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમુક જગ્યાઓ ખાલી છોડવામાં આવી હતી ત્યારે આજે તારીખ 29 ના ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ માવીની ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા તાલુકા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ દાહોદ જિલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ ગણાવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ , જયદીપસિંહ રાઠોડ સાહેબ ગરબાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ શૈક્ષણિક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા..