રાજેશ વસાવે :- દાહોદ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ જીલ્લો
મિશન મંગલમ યોજનાથી મહિલાઓ પગભર બની છે
કેન્દ્ર અને રાજ્યસરકારની યોજના થકી આર્થિક રીતે આત્મનિર્ભર બનતું હીર સખી મંડળ દેવગઢબારિય
દાહોદ તા. 29
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દાહોદ જિલ્લામાં કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી રહ્યો છે , લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.
આ અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના ઘાટી ફળીયામાં હીર સખી મંડળ જણાવે છે કે સખી મંડળની રચના કરી હતી. જેમાં ૧૧ જેટલી બહેનો જોડાઈ હતી. જેમાં દર મહિને સારી એવી આવકની બચત કરીએ છીએ. અમોને આઈ સી આઈ સી આઈ બેંકમાંથી રૂા.૫૦૦૦૦૦/- લોન મળેલ છે. લોનનો ઉપયોગ અમે વિવિધ વ્યવસાય થકી અમે આર્થિક રીતે સધ્ધર બની ઘરમાં મદદરૂપ બનીશું. અમે જે બચતના રૂપિયા વેડફી નાંખતા હતાં હવે આ યોજનામાં જોડાવાથી અમે આત્મનિર્ભર બન્યા છે. સરકારશ્રીની મિશન મંગલમ યોજના થકી અમે પગભર બન્યા છીએ. તે બદલ હીર સખી મંડળના દ્વારા હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ.
૦૦૦