વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ
ઉજ્જવલા યોજનાનો લાભ મળવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા રૂખસાનાબેન હુસેન કડવા
દાહોદ ta. 29
કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કરતા રૂખસાનાબેન કડવા એ જણાવ્યું હતું કે, હું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની રહેવાસી છું. હું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની લાભાર્થી છું. સરકાર તરફથી ઉજ્જવલા યોજનાનો લાભ મળવાથી મને ખુબ જ ફાયદો થયો છે.
પહેલા હું ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી જેમાં મારો ઘણો સમય નીકળી જતો હતો.બળતણના લાકડા ભેગા કરવા પડતા, ધુમાડાનો સામનો કરવો પડતો, સ્વાસ્થયલક્ષી તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ ઉજ્જવલા યોજના દ્વારા મને ચૂલો અને ગેસ સિલેન્ડર મળ્યો ત્યારથી આ બધીજ તકલીફો માંથી મને મુક્તિ મળી છે. હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ યોજના બદલ ખુબ ખુબ આભાર માનું છે.
૦૦૦