દાહોદમાં ધન્વંતરિ આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ.
દાહોદ તા. ૨૮
આજ રોજ તારીખ ૨૮/૧૨/૨૦૨૩ ᴇᴍʀɪ ɢʀᴇᴇɴ ʜᴇᴀʟᴛʜ ꜱᴇʀᴠɪᴄᴇꜱ અને ગુજરાત સરકાર બાંધકામ અને શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા દાહોદ ખાતે કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતા પ્રિયંકાબેન બારીયા લેબર ઓફિસર અને ᴇᴍʀɪ ɢʀᴇᴇɴ ʜᴇᴀʟᴛʜ ꜱᴇʀᴠɪᴄᴇꜱ ના પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર સહદેવસિંહ પરમાર, ʙᴏᴄᴡ સ્ટાફ તેમજ ધનવંતરી આરોગ્ય રથ્ના કર્મચારી ધ્વારા ઉજવણી કરવામાં આવી.
આ ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા કડિયાનાકા, બાંધકામ સ્થળે, ઈટો ના ભઠ્ઠાઓ,અનાજ માર્કેટ,તેમજ શ્રમિક વસાહત માં આરોગ્ય સેવા આપવામાં આવે છે. આ રથમા ડોક્ટર,ડ્રાઈવર, લેબ. ટેકનીશ્યન, પેરા મેડિકલ એન લેબર કાઉન્સલર કાર્યરત છે. અહીં લોહી, પેશાબ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, મલેરિયા જેવી પ્રાથમિક તપાસ કરવા માં આવે છે અને સગર્ભા માતા ની તપાસ કરવામાં આવે છે એન યોગ્ય તપાસ કરી સરવાર કરવામાં આવે છે સાથે શ્રામીકો ની નોંધણીની માટે ઈ નિર્માણ અને ઈ શ્રમ કાર્ડ મફત બનાવી આપવામાં આવે છે.
ગત વર્ષે આ રથ એ ૨૩૦૦૦ થી વધુ શ્રામીકો ને તબીબી સરવાર કરેલ છે તેમજ ૪૦૦૦ થી વધુ શ્રામીકો ની નોધણી કરેલ છે. આમ, શ્રામીકો માટે આ રથ આરોગ્યપ્રદ કલ્યાણકારી પુરવાર કરતી સરકારી સેવા કાર્યરત છે..