વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ
દેવગઢ બારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાબેરાબેન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મળ્યો લાભ
લાકડા લેવા જવામાંથી મૂકતી મળશે અને ગેસના ચૂલા પર રસોઈ બનશે જેથી આંખોને પણ નુકસાન નહી થાય સાબેરાબેન બાંડીબારીયા
દાહોદ તા. ૨૭
દાહોદ:- કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સમગ્ર દાહોદ જિલ્લાનાં નિયત આયોજન મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. જેમા દેવગઢબારિયા તાલુકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ સાબેરાબેન બાંડીબારીયા મળતા તેમના પ્રતિભાવો વર્ણવ્યા હતા.
સાબેરાબેને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શનનો લાભ આપવામાં આવ્યો છે પહેલા અમે ચુલા પર રસોઈ બનાવતા હતા પણ હવે ગેસ કનેકશન મળતા લાકડા લેવા જવામાથી મૂકતી મળશે અને ગેસના ચૂલા પર રસોઈ બનશે જેથી ધુમાડો લાગવાથી આખોમાં નુકસાન થતુ હતુ અને સમય વધારે લાગતો હતો પણ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળવાથી આરોગ્યને નુકસાન નહી થાય.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, છેવાડાના લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થઈ રહ્યા છે. તે બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦