
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, રતલામ ખાતે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકમાં દાહોદ રેલ્વે સ્ટેશન સંબંધિત ટ્રેનોના સ્ટોપેજ તેમજ સુવિધાઓ માટે રજૂઆત કરાઈ
કોરોના કાળમાં બંધ પડેલી મેલ એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરતા રેલવે તંત્ર દ્વારા બંધ પડી ટ્રેનો પુન શરૂ કરવા કવાયત હાથ ધરાઈ
પ્લેટફોર્મ ટીકીટના દર પુનઃ 10 રૂપિયા કરવા રજૂઆત કરાઇ
ગોદીરોડ ટિકિટબારી તેમજ પાર્કિંગ રીટેન્ડરિંગ કરી શરૂ કરવા માંગ કરાઈ
રેલવે ફૂટઓવર બ્રિજની લંબાઈ તેમજ રેમ્પ લગાવવા તેમજ યાત્રીઓની સુવિધાઓ વધારવા રજુઆત કરાઈ.
દાહોદ તા.૦૨
મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, રતલામ ખાતે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં દાહોદ રેલ્વે સ્ટેશન સંબંધિત પણ ચર્ચા વિચારણ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનોના સ્ટોપ તેમજ ટ્રેનો ચાલુ કરવાના નિર્ણયો સહિત અન્ય કામગીરીનો પણ આરંભ કર્યાેં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૦૧.૦૨.૨૦૨૧ના રોજ મંડળ રેલ પ્રંબંધક કાર્યાલય, રતલામ ખાતે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં દાહોદ રેલ્વે સ્ટેશનના એફ.ઓ.બી.ની. લિફ્ટ અથવા રમ્પની વ્યવસ્થા, બોરડી રેલ્વે સ્ટેશન પર એફ.ઓ.બી.ની લંબાઈ વધારવી, અનાસ રેલ્વે સ્ટેશનના એફ.ઓ.બી.ની લંબાઈ વધારવી, તમામ મુસાફરોને ટ્રેનમાં યાત્રા માટે અનારક્ષિત સામાન્ય / મેલ એક્સપ્રેસની ટીકીટ જારી કરવી, દાહોદ રતલામ મેમુ, દાહોદ વડાદેરા મેમુ, દાહોદ આણંદ મેમુ, દાહોદ વલસાડ ઈન્ટરસીટી, ફિરજપુર મુંબઈ સેન્ટ્રલ જનતા એક્સપ્રેસનું પુનઃ સંચાલન કરવા, ઉજ્જૈન દેહારાદુન એક્સપ્રેસનો વિસ્તાર દાહોદ અથવા વડોદરા સુધી કરવા, દાહોદમાં અર્ણાકુલમ અજમેર, ગાજીપુર બાન્દ્રા, ઓખા વારાણસીને સ્ટોપેજની સ્વીકૃત કરવા, દાહોદમાં મહિલા શયનયાન શ્રેણી પ્રતિક્ષાલયની વ્યવસ્થા, દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્કિંગ પર અત્યાર સુધી કોઈ સ્ટોપેજ નથી ત્યારે ટ્રેન સુરક્ષિત નથી માટે તે હેતુ તાત્કાલિક વ્યસ્થા કરવા બાબત, તમામ સ્ટેશનો પર પુનઃ ૧૦ રૂપીયામાં પ્લેટફોર્મ ટિકીટ જારી કરવા આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ વિચારણ કરવામાં આવી હતી અને તાત્કાલિ આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ઓગષ્ટ ક્રાંતિ રાજધાની અને ગાંધીધામ કામખ્યાની ટ્રેનનાના સ્ટોપેજની માંગણી કરવામાં આવી છે. વધુમાં ગોદી રોડની ટીકીટ બારી અને પાર્કિંગની એન્ટ્રી છે તે કોરોનાથી બંધ છે. આ ટીકીટ બારી ખુલવાના પણ સંકેતો જાેવા મળી રહ્યાં છે. જેતે સમયે પાર્કિંંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ ટેન્ડરની રકમ 17:50 લાખ હોવાને કારણે કોઈએ આ ટેન્ડરમાં રસ દાખવ્યો ન હતો.ત્યારે આ પાર્કિંગના ટેન્ડરનો દર ઓછો કરી રિ ટેન્ડરીંગ કરી પાર્કિગનું ટેન્કર ઓછુ કરવામાં આવે જેથી ટેન્કર લઈ પાર્કિંગ ચાલુ થઈ શકે, તેવી પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
——————————–