રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના બોરડી નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે આધેડનું મોત…
રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી..
દાહોદ તા.26
દાહોદ તાલુકાના બોરડી ગામ પાસે બોરડી રેલવે સ્ટેશન નજીક રેલવેની ડાઉન લાઈન પર માલગાડીની અડફેટે આવી જતા એક આધેડનું મોત નિપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના બોરડી ગામ નજીક બોરડી રેલ્વે સ્ટેશન નજીક રેલ્વેની ડાઉન લાઈન પર માલગાડીની ટક્કર વાગતા આશરે 50 વર્ષીય આધેડને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ, ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતા રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, પોલીસે સ્થળ પરથી આધેડના મૃતદેહ કબ્જો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક અજાણ્યા ઈસમની ઓળખ કરી પરિવારજનોની શોધખોળના ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.