
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
બ્લાઈન્ડ વેલફર કાઉન્સિલ તેમજ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કોરોનામાં મૃત્યુ પામેલ 125 જેટલાં લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા
જિલ્લા કલેકટર, સમાજ સુરક્ષા અધિકારી, લાયન્સ ગવર્મેન્ટ,ની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા
દરેક લાભાર્થીને 30 હજારની સહાય ચૂકવાઈ
કાર્યક્રમમાં ઉપસ્થિત 50 લાભાર્થીઓને વિતરણ કરાયા..
અન્ય લાભાર્થીઓને પોસ્ટ દ્વારા ચેક મોકલવામાં આવ્યા
દાહોદ તા.30
બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ અને ટીમ ઇન્ડિયાના સંયુક્ત પ્રયત્ને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લગભગ ૧૨૫ જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં કરવામાં આવ્યા હતા જેમાં દરેક લાભાર્થીને 30000 રૂપિયા લેખે કુલ ૧૨૫ લાભાર્થીને આ સહાય મળી હતી આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેકટર, સમાજ સુરક્ષા અધિકારી, લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હાજર રહ્યા હતા. આ ચેક વિતરણ કાર્યક્રમમાં આજરોજ 50 લાભાર્થીના ચેક આપવામાં આવ્યા હતા અને બીજા પચાસ લાભાર્થીઓને તેઓના ચેક પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.