Monday, 22/07/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનદારો સાથે સોલાર સિસ્ટમનું ફ્રીજ આપવાના બહાને થઈ રહેલી હજારો રૂપિયાની છેતરપિંડી

December 23, 2023
        1074
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનદારો સાથે સોલાર સિસ્ટમનું ફ્રીજ આપવાના બહાને થઈ રહેલી હજારો રૂપિયાની છેતરપિંડી

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનદારો સાથે સોલાર સિસ્ટમનું ફ્રીજ આપવાના બહાને થઈ રહેલી હજારો રૂપિયાની છેતરપિંડી

પાટણ જિલ્લા પાર્સિંગની હ્યુન્ડાઈ કાર લઇ ફરતા બે ભેજાબાજો દ્વારા રાહત દરે ફ્રીજ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી રહી છે

સુખસર પાસે આવેલા મોટા બોરીદાના દુકાનદારને ભેજાબાજો એ રૂપિયા ૨૧૦૦૦ નો ચુનો લગાવી મોબાઈલ સ્વીચ ઓફ કર્યા

રાહત દરે સોલાર સિસ્ટમ ફ્રિજના નામે છેતરપિંડી કરી જનાર બે ભેજાબાજોના ફોટા સહિત હુન્ડાઈ કારના નંબર સાથે સુખસર પોલીસમાં જાણ કરાઇ.

સુખસર,તા.૨૩

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનદારો સાથે સોલાર સિસ્ટમનું ફ્રીજ આપવાના બહાને થઈ રહેલી હજારો રૂપિયાની છેતરપિંડી

કહેવાય છે કે”લોભને થોભ નહીં, અને લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં”તે કહેવતને સાર્થક ઠેરવતા અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. તેવી જ રીતે હાલ ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાની-મોટી કરિયાણાની દુકાનો ચલાવતા દુકાનદારોને પાટણ જિલ્લા પાર્સિંગની હ્યુન્ડાઈ કારમાં ફરતા બે ગઠીયાઓ દ્વારા લોભ લાલચ આપી રાહત દરે સોલાર સિસ્ટમનું ફ્રીજ આપવાના બહાના હેઠળ હજારો રૂપિયાની છેતરપિંડી કરતા ઇસમો સક્રિય હોવાનું જાણવા મળે છે.તેઓના સાણસામાં આવેલા ફતેપુરા તાલુકાના સુખસર પાસે મોટા બોરીદાના એક કરિયાણાની દુકાન ચલાવતા દુકાનદાર છેતરપિંડીનો શિકાર બનતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

       પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટા બોરીદામાં રહેતા અનિલભાઈ યોહાનભાઈ ચારેલ ખેતીવાડી તથા કરિયાણાની દુકાન ચલાવી પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે.જેઓ ગત ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ દુકાન ઉપર હાજર હતા.તેવા સમયે હુન્ડાઈ કાર નંબર જીજે-૨૪.એએમ-૭૫૧૮ માં બે ઇસમોએ આવી જણાવેલ કે,અમો નાયરા હોમ શોપ ૮૯ નામની બોડકદેવ અમદાવાદ ખાતે તથા સંઘરીના ચોક રાજકોટ ખાતે ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓની જનરલ દુકાનો ધરાવીએ છીએ તેમજ ગુજરાતમાં અમદાવાદ, જામનગર,ગાંધીનગર,આણંદ,વડોદરા,હાલોલ,છોટાઉદેપુર,અંકલેશ્વર,સુરત, રાજસ્થાનના ઉદયપુર,જોધપુર મધ્યપ્રદેશના રતલામ ઇંદોર ખાતે બ્રાન્ચો પણ આવેલ છે.અને અમો જનરલ દુકાનો ધરાવીએ છીએ અને સોલાર સિસ્ટમના ફ્રીજ વેચાણ કરવાનું કામ કરીએ છીએ.અને તમારે સોલાર સિસ્ટમ ફ્રીજની જરૂરત હોય તો અમો તમોને રાહત દરે ફ્રીજ આપીશું.તેમજ આ ફ્રીજ માટે દસ વર્ષની ગેરંટી પણ આપીએ છીએ.અને ત્યારબાદ તમારે આ ફ્રીજ જૂનું થયા પછી પરત આપવું હોય તો અમો ખાલી સર્વિસ ચાર્જ કાપી તમારા ભરેલા પૂરેપૂરા નાણા પરત આપી અમો તે ફ્રીજ પરત લઈ લઈશુ.તેમ અનિલભાઈ ચારેલને સમજાવી પટાવી પોતાની વાક્છટાથી આંજી દઈ આ બંને ઇસમોએ અનિલભાઈ પાસેથી સોલાર સિસ્ટમ સાથે ફ્રીજ આપવાના બહાના હેઠળ આ બંને ચીટરોએ આપેલ મોબાઈલ નંબર ૯૧૦૬૯ ૮૯૮૫૬ ઉપર નાણા ગૂગલ પે કરવાનું જણાવી ફ્રીજ તથા સોલાર કીટ સાથે રૂપિયા ૨૦,૦૦૦/-હજાર તથા સર્વિસ ચાર્જના રૂપિયા ૯૯૯/- મળી કુલ રૂપિયા ૨૦૯૯૯/-ગુગલ પે કરાવેલ.ત્યારબાદ આ બે ભેજાબાજોએ જણાવેલ કે,તમારા નાણાં અમારા ખાતામાં જમા થઈ ગયા છે.અને તમોને ફ્રીજની ડિલિવરી ૧ જાન્યુઆરી-૨૦૨૪ ના દિવસે મળી જશે.તેમ જણાવી જતા રહ્યા હતા.હાલ આ ભેજાબાજો એ આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા કોલ રીસીવ કરવામાં આવતો નથી.તેમજ બીજો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવી રહ્યો છે.

        વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના અલગ-અલગ ગામડાના કેટલાક દુકાનદારોને સમયાંતરે રાહત દરે વિવિધ ચીજ વસ્તુઓ આપવાના બહાના હેઠળ છેતરપિંડીનો શિકાર બનાવતા ગઠિયાઓ સક્રિય છે.અગાઉ પણ કેટલાક દુકાનદારો સાથે રાહત દરે ચીજ વસ્તુ આપવાના બહાના હેઠળ હજારો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.જોકે હાલ મોટા બોરીદાના અનિલભાઈ ચારેલ સાથે સોલાર સિસ્ટમ સાથે ફ્રીજ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે.પરંતુ છેતરપિંડી કરનાર બે ભેજાબાજો ના ફોટા તથા તેમની ગાડીના નંબર સાથે ફોટો વિગેરે મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યા હતા.અને આ છેતરપિંડી કરી જનાર ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ સાથે ફોટા સહિત ગાડી નંબર આપતા સુખસર પોલીસે આ બે ભેજાબાજોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!