Wednesday, 11/12/2024
Dark Mode

લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે મોકડ્રિલ યોજાઈ..  દાહોદ જિલ્લા પોલીસે મોડલ સ્કૂલ કેમ્પસમાં મોકડ્રિલ યોજી..

December 22, 2023
        2174
લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે મોકડ્રિલ યોજાઈ..   દાહોદ જિલ્લા પોલીસે મોડલ સ્કૂલ કેમ્પસમાં મોકડ્રિલ યોજી..

#DahodLive#

લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે મોકડ્રિલ યોજાઈ..

દાહોદ જિલ્લા પોલીસે મોડલ સ્કૂલ કેમ્પસમાં મોકડ્રિલ યોજી..

રેન્જ આઈ. જી.ના અધ્યક્ષ સ્થાને મોકડ્રિલ યોજાઈ..

પાડોશી રાજ્યની પોલીસ તેમજ દાહોદ પોલીસના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ.

સાયબર અટેક અથવા સાયબર ક્રાઇમને લઇ દાહોદ એસપીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું..

દાહોદ તા. ૨૨

લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે મોકડ્રિલ યોજાઈ..  દાહોદ જિલ્લા પોલીસે મોડલ સ્કૂલ કેમ્પસમાં મોકડ્રિલ યોજી..

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સરહદી જિલ્લા તેમજ પાડોશી રાજ્યના પોલીસ અધિકારીઓની સાથે દાહોદ પોલીસે રેન્જ આઈ જી ની અધ્યક્ષતામાં સંયુક્ત મોકડ્રિલનું આયોજન કર્યું હતું જેમાં આતંકવાદી હુમલા, ડિઝાસ્ટર ભારે વરસાદ, સાયબર અટેક અથવા અન્ય કોઈ આપાતકાલીન પરિસ્થિતિમાં એકબીજાના સંકલનમાં રહી કરી સંયુક્તરીતે કામગીરી કરી શકાય તે માટે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સરહદી રાજ્યની પોલીસ સાથે સાથે કામ કરવા માટેના હેતુથી આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ છોટા ઉદેપુર, મધ્યપ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ, થાંદલા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ અભ્યાસ કર્યો હતો. તો આ કાર્યક્રમમાં સાયબર અટેક તેમજ સાયબર ક્રાઇમ અવન્યે દાહોદ એસપી દ્વારા એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે મોકડ્રિલ યોજાઈ..  દાહોદ જિલ્લા પોલીસે મોડલ સ્કૂલ કેમ્પસમાં મોકડ્રિલ યોજી..

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અધ્યક્ષ સ્થાને દર વર્ષે ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જેમાં સરહદી રાજ્યોના જિલ્લામાં સમાવિષ્ટ પોલીસ કર્મચારીઓ વચ્ચે સંકલન થાય સાથે-સાથે ડિઝાસ્ટર, ભૂકંપ ભારે વરસાદ, ડિઝાસ્ટર, જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં, અથવા આતંકવાદી હુમલા, સાયબર અટેક જેવી પરિસ્થિતિમાં એકબીજાના સંકલનમાં સંયુક્ત રીતે કામગીરી કરવાથી એક તરફ કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ બંને રાજ્યોની પોલીસ વચ્ચે સમન્વય રહેતો સરહદી વિસ્તારમાં પોલીસ કામગીરીમાં પણ સરળતા રહે તે માટે દર વર્ષે સરહદી જિલ્લાની પોલીસ દ્વારા બકરીનું આયોજન કરવામાં આવે છે.

લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે મોકડ્રિલ યોજાઈ..  દાહોદ જિલ્લા પોલીસે મોડલ સ્કૂલ કેમ્પસમાં મોકડ્રિલ યોજી..

જેના ભાગ સ્વરૂપે આ વખતે પણ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે નોડલ ઓફિસર તેમજ રેન્જ આઈ જી આરવી અસારીના અધ્યક્ષ સ્થાને મોકડ્રિલ યોજાઈ હતી જેમાં દાહોદ છોટાઉદેપુર જાબુવા અલીરાજપુર, જિલ્લાની પોલીસ દ્વારા મોડેલ સ્કૂલ કેમ્પસમાં આપાતકાલીન પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરી શકાય તે માટે સંયુક્ત રીતે અભ્યાસ કર્યો હતો. તો આ કાર્યક્રમમાં સાયબર અટેક તેમજ સાયબર ક્રાઇમ અવન્યે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પ્રેઝન્ટેશન પણ ઉપસ્થિત પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ સમક્ષ કર્યું હતું. આ કાર્યક્રમમાં રેન્જ આઈ જી. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાની પોલીસ, છોટાઉદેપુર એસ.પી, દાહોદ એસપી, ઉપરાંત બંને જિલ્લાની એલસીબી એસઓજી, પોલીસની ટીમો તથા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મોકડ્રિલમાં કટોકટીના સમયમાં કેવી રીતે કામ કરી શકાય તે માટે સંયુક્ત રીતે અભ્યાસ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!