ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકામાં સરકારી સહાયમાં વિતરણ કરાયેલી સાયકલો ભંગારમાં જોવા મળતા આશ્ચર્ય…
સંતરામપુર તા.૨૧
સરકારની આપેલી સાયકલનો થતો દૂર ઉપયોગ ભંગારમાં વેચાઈ રહેલી છે. ગુજરાત સરકાર દ્વારા છેવાના વિસ્તારમાં ધોરણ 9 અને 10 છાત્રાઓ સાયકલ વડે શાળામાં પ્રવેશ કરીને અભ્યાસ મેળવે તેના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં ટ્રાયબલ વિસ્તારમાં છાત્રોને સાયકલની ફાળવણી કરવામાં આવતી હતી.દર વર્ષે આશરે મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં હજારોની સંખ્યામાં મફત સાયકલનું વિતરણ કરવામાં આવતું હોય છે.પરંતુ આ સાયકલોનું દૂર ઉપયોગ થઈ રહ્યો છે.તેનો ખરેખર છાત્ર તેનો લાભ લેવો જોઈએ આ વસ્તુ બારોબાર ભંગારમાં વેચાણ થતી જોવા મળી આવેલી છે સરકારીવસ્તુ તેનું વેચાણ કરવું ગુનો બનતો હોય છે. તેમ છતાં સરકારે આપેલી વસ્તુ બેફામ તેનો દૂર ઉપયોગ કરીને વેચાણ થઈ ગયું જોવા મળી આવેલું છે દર વર્ષે મોટા પ્રમાણમાં સાયકલનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ આજે સુધી સાયકલનો દૂર ઉપયોગ થઈ રહ્યું છે મોટાભાગના ગામડાના લોકો ભંગારીયાઓને રેકડામાં હાથદારીમાં ભંગારના ભાવે સાયકલો વેચીને રોકડી ઊભી કરી લેતા હોય છે સરકાર તરફથી આપવામાં આવતો લાભ નો સદ ઉપયોગ થતો નથી જો અત્યારે તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ભંગારની દુકાનોમાં સરકાર તરફથી વિતરણ કરેલી સરકારી માલનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવે તેમ છે.