બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જીલ્લામાં ઈ-શ્રમ કાર્ડ ધરાવનાર નાગરિકો પાસે જો રેશનકાર્ડ ન હોય તો તેઓએ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું
સુખસર,તા.૨૦
ભારત સરકાર ધ્વારા અસંગઠિત શ્રમયોગી સુરક્ષા અધિનિયમ અંતર્ગત શ્રમયોગીઓની નોંધણી કરીને તેઓને ઈ-શ્રમ કાર્ડ રાજય સરકાર ઘ્વારા આપવામાં આવે છે.જે અંતર્ગત તેઓને રેશનકાર્ડ આપવાની જોગવાઈ થયેલ છે. જેથી સમગ્ર દાહોદ જીલ્લામાં ઈ-શ્રમ કાર્ડ ધરાવનાર નાગરિકો પાસે જો રેશનકાર્ડ ન હોય તો તેઓએ નજીકની મામલતદાર કચેરીનો સત્વરે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુમાં જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ઘ્વારા ઈ-શ્રમ કાર્ડધારકોને સામેથી સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવી રહી છે.
જે ઈ-શ્રમ કાર્ડધારકો પાસે હાલ રેશનકાર્ડ ઉપલબ્ધ છે તેઓએ પણ નજીકની મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં તેઓના રેશનકાર્ડમાં એન.એફ.એસ.એ.નો લાભ મેળવવા અરજી કરી શકશે.