રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકીંગ જુદી જુદી દુકાનો ઉપર સર્વેલેન્સ સેમ્પલ તેમજ લાઇસન્સ ચેક કરાયા
ગરબાડા તા. ૨૧
ગરબાડામાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના ફ્રુડ સેફ્ટી ઓફિસર પી.એચ સોલંકી દ્વારા ગરબાડામાં આવેલી નાસતા ફરસાણ તેમજ ખાણીપીણી ની હોટલો તેમજ કરિયાણાની દુકાન ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ ખાણીપીણી તેમજ જુદી જુદી ખાધ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં વાતકરી એ તો ચેક કરાયેલ દુકાનોની તો સોનલ નાસતા હાઉસ માંથી રતલામી સેવ ના નમુના, આઈ શ્રી ખોડીયાર નાસતા હાઉસ માંથી સકરપારા તેમજ મખોડિયા અલ્પેશભાઈ ને ત્યાંથી વેસનની ચટણી , ઇબ્રાહીમ કાપડિયા , ધાણા તેમજ કપાસનાં તેલ ના નમુના અને ગરબાડા ૪ સરકારી અનાજ વિતરણ કેન્દ્ર પરથી મીઠું ચણા અને તુવેરદાળ તેમજ અસગરાલી છલાવાલા- મરચાંનો પાવડર (ખાડેલુ મરચુ) ના નમુના લેવામાં આવ્યા હતા સાથે સાથે ગરબાડા માં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સર્વેલેન્સ સેમ્પલ સાથે દુકાન દારોના લાઇસન્સ પણ ચેક કરાયા હતા …