Tuesday, 03/12/2024
Dark Mode

સિંગવડ ગામમાં તમામ અવરોધ રૂપ એમજીવીસીએલના વીજ પોલથી અકસ્માતનો ભય..             

December 18, 2023
        622
સિંગવડ ગામમાં તમામ અવરોધ રૂપ એમજીવીસીએલના વીજ પોલથી અકસ્માતનો ભય..             

સિંગવડ ગામમાં તમામ અવરોધ રૂપ એમજીવીસીએલના વીજ પોલથી અકસ્માતનો ભય..     સિંગવડ તા. ૧૮

સિંગવડ ગામમાં થોડા સમય પહેલા જીઇબી તંત્ર દ્વારા રસ્તાની વચ્ચે જે લોખંડના લાઈટના થાંભલા નાખવામાં આવેલ હોય તેને હટાવવામાં નહીં આવતા તે થાંભલા ઓને લીધે અવારનવાર એક્સિડનો થતા રહેતા હોય છે જ્યારે રસ્તાની વચ્ચે ઉભે કરેલા થાંભલા હટાવવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પણ કહેવામાં આવ્યા છતાં આ લાઈટના થાંભલો નહીં હટાવતા જેના લીધે ત્યાંથી નીકળતા વાહન ચાલકોને રાત મધરાત્રે આ થાંભલા નહીં દેખા થાંભલા સાથે એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે ઘણી વખત તો આ થાંભલાઓ સાથે એકસીડન્ટ થયેલા પણ છે જ્યારે લાઈટના થાંભલા હટાવવા માટે જી.ઈ.બી તંત્ર દ્વારા થોડાક સમય પહેલા હટાવવામાં આવવાના હતા પરંતુ કયા કારણો ના લીધે આ થાંભલા નથી હટાવવામાં આવ્યા તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જો રસ્તાની વચ્ચે ઉભેલા લાઈટના થાંભલા સાઈડમાં હટાવી દેવામાં આવે તો વાહન ચાલકોને અડચણરૂપ પણ નહીં થઈ શકે અને ટ્રાફિકની સમસ્યા પણ નહીં થઈ શકે તેમ છે જ્યારે આ થાંભલા ક્યારે હટશે તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે શું આ લાઈટ ના થાંભલાઓ વચ્ચે મુકેલા તે હટશે ખરા ?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!