રાજેશ વસાવે :- દાહોદ
ભારતમાં ડાયાબિટીસ તેમજ હૃદયરોગના હુમલાને ઘટાડવા કેન્દ્રની પહેલ.
ઘઉં,ચોખાના ઉપયોગને ઓછું કરી દળદાર ધાન્યને સામેલ કરવા અનુરોધ..
દાહોદમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની મિલેટ સ્પર્ધા યોજાઈ..
ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે મીલેટ સ્પર્ધા યોજાઈ.
15 થી વધુ સ્પર્ધકોએ ભારતીય ધાનની વિવિધ વાનગીઓ બનાવી..
FOA તેમજ યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023 ને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે જાહેર કર્યો…
દાહોદ તા.16
દાહોદ તાલુકાના મુવાલિયા ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (પી. એમ પોષણ )યોજના અંતર્ગત આજરોજ તાલુકા કક્ષાની મિલેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 15 થી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ મિલેટ આધારિત વિવિધ વાનગીઓ બનાવી હતી. ઉપરોક્ત સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.જે બાદ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક એ આવનાર સ્પર્ધકને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્યકક્ષાએ પણ મીલેટ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
એફ.એ.ઓ તેમજ યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા મીલેટ આધારિત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ તાલુકાના મુવાલિયા ખાતે આવેલી ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની મિલેટ કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૧૫થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાજરી જુવાર,રાગી,આધારિત, ચમચમીયા બાજરીના રોટલા,ખીચડી,ઢોકળા મુઠીયા,થેપલા,નાગલી ના લોટ ની ચીકી,પાપડ,શીરો,સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. જેનો ઉદ્દેશ છે કે લોકો પોતાના રોજિંદા ખોરાકમાં મીલેટ આધારિત વાનગીઓને સ્થાન આપે કારણ કે ભારતમાં ડાયાબિટીસ અને હૃદય રોગના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા પામ્યા છે.જેના પગલે હવે ઘઉં અને ચોખાનો ઉપયોગ ઘટાડી ભારતના ધાન્યને સામેલ કરવાથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેમાં કોઈ બેમત નથી. અત્રે ઉલ્લેખની છે કે તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજન ના નાયબ મામલતદાર ફિરદોષ એમ પઠાણ તેમજ શિક્ષણ સમિતિના બીઆરસી રાજુભાઈ, જનકભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય જયંતીભાઈ વાળંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિયોગીતામાં વિજેતા ઉમેદવારોમાં પ્રથમ ક્રમાંકે આવનારને 5000, દ્વિતીય ક્રમાંક કે આવનારને 4000, તેમજ ત્રીજા ક્રમાંક કે આવનાર વિજેતાને 3000 ની પુરસ્કૃત ઇનામ આપવામાં આવશે તેવું નાયબ મામલતદાર ફિરદોષ એમ.પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું