ઈલિયાશ શેખ :- સંતરામપુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંતરામપુરમાં લાગ્યું ગ્રહણ, જાહેરમાં લઘુસંકા કરતા લોકો..
સંતરામપુર તા. ૧૫
સંતરામપુર નગરપાલિકા દ્વારા સંતરામપુર અને ગામડામાંથી આવતા અને સ્થાનિક લોકો માટે ઉપયોગ કરી શકાય તેના હેતુથી પાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવેલું હતું પરંતુ સફાઈ અને વ્યવસ્થા ના અભાવે હવે આ શૌચાલય દિન ઉપયોગી જોવા મળી આવેલું છે સફાઈના અભાવે શૌચાલયના બહાર જાહેરમાં સોસ કરતા જોવા મળી આવેલા છે જાહેરમાં સોસ કરવાથી કચેરી ની અંદર ચારે બાજુ દુર્ગંધ ફેલાતી હોય છે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં સ્વચ્છતા માટે રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં પાલિકાની બેદરકારી અને સફાઈના અભાવ જોવા મળી આવેલો છે
જાહેર શૌચાલયની દિવાલ ઉપર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનનો ચિત્ર અને દોરવામાં આવેલા છે સફાઈ રાખવી અને સ્વચ્છતા જાળવવી પરંતુ આ દિવાલ ઉપર જ જાહેરમાં જ ઉભા ઉભા સોસ કરવા મજબૂર બન્યા જો નગરપાલિકા દ્વારા આ શૌચાલયને સ્વસ્થતા રાખી હોય તો આજે અરજદારોને બહાર સોસ ના કરતા સંતરામપુર મામલતદાર કચેરીમાં અલગ અલગ વિભાગમાં કામગીરી માટે મોટી સંખ્યામાં રોજ આવતા હોય છે પરંતુ જાહેર શૌચાલયના અભાવે જોવા મળી આવેલો છે આવી ખરાબ પરિસ્થિતિને પાલિકા ધ્યાનમાં રાખીને જાહેર શૌચાલન સ્વચ્છ બનાવે અને તેની કાળજી રાખે અને વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થયેલી છે.