
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં ચોરીના બનાવને લઈને જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ જાત નિરીક્ષણ કર્યું.
ચોરીના બનાવ બાદ ડોગ સ્કવોડની ટીમ ઘટના આવી પહોંચી હતી .
નિવૃત્ત આર્મી જવાનની પત્નીએ અજાણ્યા ચોર વિરોધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
સંજેલી તા.14
સંજેલી જીવનદીપ સોસાયટી નિવૃત્ત આર્મી જવાન શહીત અન્ય પાંચ મકાનો અને ઝંકાર પાન હાઉસ સહિતની જગ્યા ઉપર એક જ રાતમાં ચડ્ડી ધારી ચોરો એ બંધ મકાનના તાળા તોડી તરખાટ મચાવી અને ₹3,92000 ઉપરાંત ના સોના ચાંદી અને રોકડ રકમની ઉઠાતરી કરી તરખાટ મચાવતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ડોગ સ્કોડ ની ટીમ આવી પહોંચી હતી અને જિલ્લા પોલીસવડા પણ સંજેલી ખાતે દોડી જઇ અને જાત નિરીક્ષણ કર્યું.
સંજેલી નગરમાં પોલીસ સ્ટેશન નજીક આવેલા જાણકાર પાન હાઉસ અને જીવનદીપ સોસાયટીમાં ચડ્ડી ધારી ચોરોએ રાત્રિના અંધારાનો લાભ લઈ મકાનો દુકાનો માં કેટલાક કલ્લાકો જેટલો સમય વિતાવી તરખાટ મચાવ્યો હતો. જીવનદીપ સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાની પત્ની રશ્મિકાબેન સુભાષભાઈ પરમાર પુત્રીને મૂકવા ગઈ હતી તે દરમિયાન બંધ મકાનમાંથી પતરાની પેટીમાં કપડામાં બેગમાં મૂકી રાખેલ સોનાના કાન શેરો,સેલાર શેટ, બંગડી, ઝુમ્મર, સ્કાપ,વીંટી,ચુંની સોનાનો વાળો મળી કુલ 312500, રૂપિયાના સાડા બાર તોલા સોનું અને ચાંદીનું ભર્યું કંદોરો આંકડો લકી ઝાંઝરી ચેન છડા મળી કુલ ૩૦ હજાર રૂપિયા ના એક કિલો ચાંદી, 50000 રૂપિયા રોકડ મળી કુલ ત્રણ લાખ 392,500 રૂપિયાનો મુદ્દા માલ ની અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશી અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે નજીકમાં જ કૈલેશ નવીનચંદ કટારા, નટવર સુરસીંગ પલાસ,મહેશ ખરાડી, મોહનભાઈ ચૌહાણ, સલીમભાઈ (પેઇન્ટર) મકાનો દુકાનો માં હાથ ફેરો કરી અને ચડ્ડીધારી તસ્કરોએ તરખાટ મચાવતા સંજેલીમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.જે બાદ સંજેલી પોલીસ એકશનમાં આવી હતી અને ડોગ સ્કોડ ની ટીમ ની મદદ લેવામાં આવી હતી, રજા પૂર્ણ થઈ અને હાજર થતા જ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા અને LCB કે ડિ ડીંડોર ની ટીમ સંજેલી ખાતે દોડી આવ્યા હતા psi એચ બી રાણા એ સ્થળ મુલાકાત જાત નિરીક્ષણ કર્યું હતું.