યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા નગરની રિદ્ધિ સિદ્ધિ લેબોરેટરીની લાલિયા વાડી સામે આવી
ફતેપુરા નગરના પ્રતિષ્ઠિત તબીબની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કર્યો પ્રયાસ.
ફ્સતેપુરા તા. ૧૩
મેડિકલ ક્ષેત્રે સેવાઓ આપતા એકમો જેવા કે હોસ્પિટલો દવાખાનાઓ અને લેબોરેટરીઓ સહિતના વિવિધ એકમોમાં મેડિકલ વેસ્ટ નીકળતો હોય છે આ મેડિકલ વેસ્ટનો નાશ કરવા માટે સંવેદના બાયો મેડિકલ વેસ્ટ કલેક્શન વાનમાં ખાતું ખોલાવવાનું હોય છે અને આવો વેસ્ટ વેસ્ટ કલેક્શન વાન આવે છે તેમાં જ નાખીને તેનો નિકાલ કરવાનો હોય છે.
ત્યારે ફતેપુરા નગરમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ લેબોરેટરીમાં આવા કોઈ નિયમોનું પાલન કરાતું નથી અને સંવેદના બાયોમેડીકલ વેસ્ટ કલેક્શન વાનમાં આવું કોઈ પણ પ્રકારનું ખાતું ખોલાવેલ નથી.
આ બાબતે તપાસ કરતા ફતેપુરા નગરમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ લેબોરેટરી ની સંચાલિકાએ જણાવ્યું હતું કે અમારે આવું કોઈ ખાતું છે નથી અને અમોએ લેબોરેટરી ચાલુ કરી ત્યારથી લઈને આજ દિન સુધી અમે આવો વેસ્ટ ફતેપુરા નગરના એક તબીબ ને આપીએ છીએ તેમ કહીને ફતેપુરા નગરના એક પ્રતિષ્ઠિત તબીબની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે આ બાબતે પ્રતિષ્ઠિત તબીબને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રિદ્ધિ સિદ્ધિ લેબોરેટરી કે અન્ય કોઈપણ જગ્યાએ નો મેડિકલ વેસ્ટ અમારા હોસ્પિટલમાં આવતો નથી અને આ રિદ્ધિ સિદ્ધિ લેબોરેટરી સંચાલિકા મારી પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવા માટે આવો હીન પ્રયાસ કરે છે.
ત્યારે આ બાબતની ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ અને દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગંભીરતાથી નોંધ લઈને આ બાબતની તપાસ કરવામાં આવે અને આ લેબોરેટરી ની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ ફતેપુરા તાલુકામાં ચાલતા આવા વિવિધ એકમોની તપાસ કરવામાં આવે અને જો આવી ગંભીર પ્રકારની મેડિકલ વેસ્ટ ને લગતી બેદરકારી અને લાલિયા વાડી જોવા મળે તો તેવા તમામ એકમો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.