ભારત સંકલ્પ યાત્રા એટલે લોકો સુધી સરકારી યોજના પહોંચાડવાની ગેરંટી: ધારાસભ્ય રમેશભાઈ કટારા
દાહોદ જિલ્લામાં ગામે ગામ ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ
ફતેપુરાના ચાંદલી ગામ ખાતે યોજાયો હતો કાર્યક્રમ સુખસર,તા.૧૩
ફતેપુરા તાલુકાના દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટી વાળી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. ચાંદલી ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લોકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે.મોદી સરકારની ગેરંટી વાળા રથને ગામે ગામ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યાત્રાના આધુનિક રથોના માધ્યમથી ગામેગામ યોજનાઓની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.ત્યારે ફતેપુરા તાલુકાના ચાંદલી ગામમાં તા.13 ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં ’આપણો સંકલ્પ, વિકસિત ભારત’ની નેમ સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું.તેમજ કલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાઈ હતી.કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન સોનલબેન રાજેન્દ્રભાઈ મછાર,તાલુકા ભાજપ મહામંત્રી નાનુભાઈ ભગોરા ગામના આગેવાન કાળુભાઈ, મિનેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.