Wednesday, 11/12/2024
Dark Mode

લીમખેડા તાલુકામાં કાર્યરત 19 જેટલી બ્રાંચના 50 થી વધુ હડતાલમાં જોડાયા..

December 13, 2023
        1389
લીમખેડા તાલુકામાં કાર્યરત 19 જેટલી બ્રાંચના 50 થી વધુ હડતાલમાં જોડાયા..

લીમખેડા તાલુકામાં કાર્યરત 19 જેટલી બ્રાંચના 50 થી વધુ હડતાલમાં જોડાયા..

પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર છ માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા..

લીમખેડા તા.13

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના 19 જેટલી ઇન્ડિયન પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર 6 જેટલી માંગણીઓ સંદર્ભે આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા પોસ્ટ ઓફિસનો કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યો છે. એટલું જ નહિ લીમખેડા તાલુકાની 19 પોસ્ટ ઓફિસની બ્રાન્ચોમાં કામ કરતા 50 થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરી પોસ્ટ ઓફિસ ની આગળ જ ધરણા કાર્યક્રમ યોજતા પોસ્ટ ઓફિસ ના કામકાજ અર્થે આવતા તેમજ ગ્રામજનોને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં જુદા જુદા સ્થળે કાર્યરત 19 જેટલાં ઇન્ડિયન પોસ્ટ ઓફિસના GDS, BPM, તથા ABMP ના 50થી વધુ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ જેવી કે GDS ને 8 કલાકની નોકરી આપવી,12,24,36, ની નોકરી પ્રમાણે ઇન્ક્રીમેન્ટ લાગુ કરવા, નિવૃત સમયગાળામાં પાંચ લાખ ગ્રેજ્યુએટી આપવી, મેડિકલ ફેસીલીટી પાંચ લાખ સુધી આપવી, GDS ને ટાર્ગેટ બાબતમાં માનસિક દબાણ કરવું નહીં,તેમજ કામના ભારણના કારણે ધ્યાનમાં લીધા વગર રજા પર હોય ત્યારે GDS ની જગ્યાએ અવેજી વ્યવસ્થાને મંજૂરી આપવા સહિતની 6 જેટલી પડતર માંગણીઓ સંદર્ભે આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા અને પોસ્ટ ઓફિસ આગળ જ ધરણા પ્રદર્શન કરતા એક તરફ પોસ્ટ ઓફિસનો કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યો હતો. તો બીજી તરફ પોસ્ટ ઓફિસના કામકાજને માઠી અસર પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!