Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

December 12, 2023
        417
સંતરામપુર ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

ઈલિયાશ શેખ :- સાંતરમપુર 

સંતરામપુર ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

સાંતરમપુર તા. ૧૨

સંતરામપુર ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

 સંતરામપુર ટાઉનહોલ ખાતે મહીસાગર જિલ્લાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારી ની કચેરી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગાંધીનગર ખાતેથી મદદનીશ નિયામકશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ સંતરામપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામલતદાર શ્રી સંતરામપુર- કડાણા, જિલ્લા અને તાલુકા પુરવઠા સલાહકાર સમિતિના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકો અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો તથા રેશનકાર્ડધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, સદર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY), વન નેશન વન રેશન યોજના (ONORC), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY), તેમજ પુરવઠા શાખાને લગતી અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી. આ ઉ૫રાંત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ખાતેથી લાભાર્થીઓને આ૫વામાં આવતા રેશનીંગ જથ્થાના વિતરણ પ્રમાણ-ભાવ અંગે માહિતી આ૫વામાં આવી. જે અંતર્ગત સરકારશ્રી ઘ્વારા વિતરણ થતાં ફોર્ટિફાઇડ ચોખામાં ફોલીક એસીડ, વિટામીન B-12 અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપુર હોવા અંગેની માહિતી આપી. તેમજ ડબલ ફોર્ટિફાઇડ મીઠામાં આયોડીન અને આયર્ન સુક્ષ્મ માત્રામાં હોવાથી લાભાર્થીઓને થતા આરોગ્યપ્રદ લાભો અંગે વિગતવાર માહિતી પુરી પાડી. આ ઉ૫રાંત લાભાર્થીઓ રેશનકાર્ડની વિગતો, નજીકની વ્યાજબી ભાવની દુકાનનું લોકેશન, દર માસે મળવાપાત્ર જથ્થો, દુકાનમાં ઉ૫લબ્ઘ જથ્થો, લાભાર્થીએ મેળવેલ જથ્થાની રીસીપ્ટ જેવી વિવિઘ માહિતી લાભાર્થીના મોબાઇલ ઉ૫ર સરળતાથી જાણી તે માટે તૈયાર કરવામાં આવેલ ‘’માય રેશન એપ’’ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. સદર કાર્યક્રમમાં ગ્રામ્‍ય અને શહેરીની તકેદારી સમિતિઓના કાર્યો, ફરજો અને ઉ૫યોગીતા વિશે વિસ્તૃત માહિતી આ૫વામાં આવી. તેમજ રેશનકાર્ડની વિવિઘ અરજીઓના ફોર્મ તથા સાયલન્ટ રેશનકાર્ડ અંગે ૫ણ માહિતી આ૫વામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!