Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદમાં રેલ્વે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા 25 વર્ષીય TRB જવાનનું હૃદય રોગના હુમલાથી મોત.

December 11, 2023
        465
દાહોદમાં રેલ્વે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા 25 વર્ષીય TRB જવાનનું હૃદય રોગના હુમલાથી મોત.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં રેલ્વે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા 25 વર્ષીય TRB જવાનનું હૃદય રોગના હુમલાથી મોત.

પરેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા યુવકને અચાનક ઢળી પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

108 ઈમરજન્સીને કોલ કર્યાના ઘણા સમય બાદ પણ એમ્બ્યુલન્સ ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવાઈ..

દાહોદ તા.11

દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ કરેલ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે હાલ શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં લોકો કસરત કરવા તેમજ વોકિંગ કરવા આવતા હોય છે ત્યારે આજરોજ દાહોદ શહેરના ગોદીરોડ સુદામા નગર ખાતેનો રહેવાસી અને હાલ દાહોદમાં TRB જવાન તરીકે ફરજ બજાવતો 25 વર્ષીય અશ્વિન શર્મા નામનો યુવાન આજરોજ ગ્રાઉન્ડ પર રૂટીન પ્રમાણે કસરત અને વોકિંગ કરવા ગયો હતો. જ્યાં થોડીક જ વારમાં અશ્વિન કસરત કરતો જઈને ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહેલા અને લોકોએ સાબરકોડ અશ્વિન પાસે પહોંચ્યા હતા અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને કોલ કરી બોલાવી હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહેલા અને મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિએ અશ્વિનની પ્રાથમિક તપાસ કરતા તેની પલ્સ રેટ બિલકુલ ડાઉન જતા હોવાનું માલુમ પડતા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત લોકોએ 108 ની રાહ જોયા વગર બેહોશ થઈને ઢળી પડેલા અશ્વિન ને ખાનગી ગાડી મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરસ્પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર મરણ પામેલો અશ્વિન શર્મા હૃદય રોગના હુમલાથી મોતને બેટીયો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાની ઉંમરના વ્યક્તિઓમાં હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજવાના બનાવવામાં છેલ્લા કેટલાક સમયથી તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જયારે તજજ્ઞોના અનુસાર બદલાતી લાઈફ સ્ટાઈલ,જંક ફૂડ તેમજ સ્ટ્રેસના કારણે નાની ઉંમરના વ્યક્તિઓમાં હૃદય રોગના હુમલાનો પ્રમાણ વધવા પામ્યું છે. આજરોજ દાહોદમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અશ્વિન શર્મા મોતને ભેટતા પોતાનો જુવાનધોધ દીકરો ગુમાવનાર પરિવારજનો પર જાણે આભ તૂટી પડી હોય તેમ ભારે રોકકળ મચાવતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!