Wednesday, 04/12/2024
Dark Mode

હલકી કક્ષાના મીઠાનું વેચાણ કરતા વેપારી તેમજ ઉત્પાદક પેઢી સામે તંત્રની લાલ આંખ.. દાહોદમાં હલકી ગુણવત્તાવાળા મીઠાનું વેચાણ કરતા વેપારી તેમજ ઉત્પાદક પેઢીને ₹35,000 નો દંડ ફટકારતી કોર્ટ…

December 8, 2023
        458
હલકી કક્ષાના મીઠાનું વેચાણ કરતા વેપારી તેમજ ઉત્પાદક પેઢી સામે તંત્રની લાલ આંખ..  દાહોદમાં હલકી ગુણવત્તાવાળા મીઠાનું વેચાણ કરતા વેપારી તેમજ ઉત્પાદક પેઢીને ₹35,000 નો દંડ ફટકારતી કોર્ટ…

રાજેશ વસાવે :- દાહોદ 

હલકી કક્ષાના મીઠાનું વેચાણ કરતા વેપારી તેમજ ઉત્પાદક પેઢી સામે તંત્રની લાલ આંખ..

દાહોદમાં હલકી ગુણવત્તાવાળા મીઠાનું વેચાણ કરતા વેપારી તેમજ ઉત્પાદક પેઢીને ₹35,000 નો દંડ ફટકારતી કોર્ટ…

દાહોદ તા. ૮

આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં એક વેપારી દ્વારા હલકી ગુણવત્તા વાળું પીઠા નું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની જાણ દાહોદના ખોરાક અને ઔષધન નિયમન તંત્રને જાણ થતાં સંબંધિત વિભાગ દ્વારા વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરી મીઠાના નમુના એકત્ર કરી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ચકાસણી દરમિયાન મીઠામાં આયોડિનનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં ઓછું હોવાનું સામે આવતા આ કેસ જિલ્લા અધિક કલેકટરની કોર્ટમાં ચાલી જતા અધિક કલેક્ટરે વેચાણ કરનાર વેપારી તેમજ ઉત્પાદક પેઢીને કુલ 35,000 નો દંડ ફટકારકતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે..

 

 આમ તો નકલી કચેરી કૌભાંડમાં દાહોદ જિલ્લાનું નામ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે પંથકમાં નકલી કચેરી બાદ ભેળસેળયુક્ત ખાદ્ય વસ્તુઓ પણ મળી આવતા એક તરફ તંત્ર પણ ચોકી ઉઠ્યું છે તો બીજી તરફ સમગ્ર જિલ્લો રામ ભરોસે ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,જિલ્લા સેવા સદન ,દાહોદના ડેઝીગ્નેટેડ ઓફિસર વી.ડી.રાણાની સુચના અનુસાર દાહોદ તાલુકામાં યશ માર્કેટની નજીક પડાવ રોડ પર આવેલ ન્યુ રાજ સોલ્ટ સપલાયર્સ નામની પેઢીમાંથી ફુડ સેફટીઓફિસર એ.પી.ખરાડી દ્વારા આઇ શક્તિ બ્રાન્ડનું આયોડાઇઝડ મીઠાનો નમુનો લઈને પ્રુથ્થકરણ કરવા સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જેમાં ચકાસણીના અંતે આ નમુનો ફુડ એનાલીસ્ટ દ્વારા સબસ્ટાન્ડર્ડ (કે જેમાં આયોડીનનું પ્રમાણ નીર્ધારીત માત્રા કરતા ઓછુ હોવાથી નમુનો નપાસ જાહેર થયો હતો) આ નમુનાનો કેસ એજ્યુકેટીવ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી પુરી થતા કોર્ટે દાહોદના વેપારીને ૫૦૦૦/- અને મીઠાના ઉત્પાદક ચિરાઇ સોલ્ટ ઇન્ડિયા પ્રા.લીમીટેડ, ગાંધીધામને 30,000/- નો એમ કુલ મળીને ૩૫,૦૦૦/- નો દંડ ફટકારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!