#DahodLive#
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકના આગમનની તૈયારીઓ પૂર્ણ કરાઈ
દાહોદમાં GM આજે અમૃત ભારત સ્ટેશન અંતર્ગત ચાલી રહેલા કામો તેમજ નિર્મણાધિન કારખાનાનું નિરીક્ષણ કરશે..
દાહોદ તા. ૬
દાહોદ રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટનું કામ પૂર્ણ થતા સ્માર્ટ બનશે: વિવિધ 17 થી વધુ કામો હાલ પ્રગતિમાં
જનરલ મેનેજર, રેલવે કોલોની RPF બેરેક, હેલ્થ યુનિટ, TSS તેમજ રીલે રૂમનું નિરીક્ષણ કરશે.
સાથે સાથે મંડળમાં No -49 માં ત્રણ ડિગ્રી કર્વમાં 142 કિમી. પ્રતિ કલાકે 20 કિમીનું ટ્રાયલ રન લેશે.
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોકકુમાર મિશ્રા આજરોજ દાહોદ ખાતે નિરીક્ષણ અર્થે આવતા હોવાથી રેલવે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા રતલામ મંડળના ડી.આર.એમ રજનીશકુમાર દાહોદ ખાતે અનૌપચારિક મુલાકાતે આવ્યા હતા અને તેઓએ રેલ્વે અધિકારીઓ પાસેથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રકલ્પોની સાઈટ વિઝીટ કરી ઝીણામાં ઝીણી માહિતી એકત્ર કરી હતી. આજરોજ દાહોદ ખાતે આવતા જનલ મેનેજર અશોકકુમાર મિશ્રા રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસકામો જેવા કે રીલે રૂમ એસી લોન્ચ, મહિલા પ્રતિક્ષાલય, સર્ક્યુલેટિગ એરિયા, હેલ્થ યુનિટ,રેલવે કોલોની,TSS એન્ડ રીલે, નિર્માણાધિન પ્લેટફોર્મ નંબર 4 સહિતના કામોની સમીક્ષા કરશે તો. રેલ્વે રોલિંગ સ્ટોક કારખાના પાસે નિરમાણા દિન 9000 hp ના લોકોમોટીવ રેલ કારખાનાની સાઈડ વિઝીટ કરશે ત્યારબાદ રેલવે પ્રોડક્શન ફોર્સ આરપીએફના બેરેકની પણ તેઓ મુલાકાત લેવાના હોઈ તેની પણ તૈયારીઓ પૂર્ણ કરાવી દીધી છે. ત્યારબાદ જનરલ મેનેજર અશોક મિશ્રા મિશન 160 કિમી રફતાર અંતર્ગત અનાસ નજીક 49 નંબરના ત્રણ ડીગ્રી કર્વની સમીક્ષા કરશે. તો 142 કિમીની ઝડપે ૨૦ કિલોમીટર સુધી ટ્રેકનું ટ્રાયલ રન પણ લેશે. આ સંબંધે રેલવે તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તાડામાર તૈયારીઓ ચાલી રહી હતી.જોકે આજે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દાહોદની મુલાકાતે આવતા હોવાથી સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જેડ.આર.યુ.સી.સી તેમજ ડી.આર.યુ.સી.સીના સદસ્યો જોડે પણ તેઓ મુલાકાત કરશે ત્યારે યાત્રી સુવિધાઓને લગતી સમસ્યાઓ, વલસાડ દાહોદ ઇન્ટરસિટી, શરૂ કરવા તેમજ દાહોદ ખાતેથી પસાર થતી મહત્વપૂર્ણ ટ્રેનોના માટેની માંગણીઓ પણ કરશે તેમાં કોઈ બે મત નથી.