બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના લખણપુર, ઘાણીખૂટ,ડબલારા,માધવા,નાની ઢઢેલી ,મોટી ઢઢેલી,રાવળના વરુણા તથા ભતોડી ગામે વિશ્વ ભૂમિ દિવસનું પૂજન કરવામાં આવ્યું
સુખસર,તા.૫
આજ રોજ વાગ્ધારા સંસ્થા દ્વારા ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશ ના લગભગ ૧૦૪૧ ગામોમાં વિશ્વ ભુમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ,જેમાં ગુજરાતના ફતેપુરા તાલુકાનાઘાણીખુટ,લખણપુર,
ડબલારા,માધવા,નાનીઢઢેલી,મોટી ઢઢેલી, રાવલના વરુણા,ભીતોડી તથા ઝાલોદ તાલુકાના થેરકા,રાયપુરા,વગેલા ગામોમાં પણ વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગિરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે,વાગ્ધારા સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી આ કાર્યક્રમની ઉજવણી કરે છે. દરેક ગામોની અંદર ઉપસ્થિત ભાઈઓ-બહેનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અને ધરતીની પૂજા અર્ચના કરી, તેનું મહત્વ બતાવવામાં આવે છે.સાથે જીવામૃત છે,સૂખા જીવામૃત છે અને દશ પર્ણ જેવી કીટનાશક દવાઓ છે.જે દેશી ગાયના છાણ મુત્ર માંથી તૈયાર કરવામાં આવે છે.તેના ડેમો દ્વારા સમય સમય પર બતાવવામાં આવે છે.આ સંસ્થા દ્વારા લગભગ ૧૦૪૧ ગામોમાં આવી ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સંસ્થા માટે વિશેષ હોય છે. આજે વિશ્વભૂમિ દિવસ ઉપલક્ષ્મા ઘાણીખુટ તથા લખનપુર ગામમાં ગિરીશભાઈ પટેલ દ્વારા વિશ્વભૂમિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વાગ્ધારા સંસ્થાથી પધારેલા નીપુણ તનખા તથા રોહિતભાઈ જૈન દ્વારા પણ વિશ્વભૂમિ દિવસ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ.
અને ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓને પોત પોતાના ખેતરમાં ભૂમિ પૂજા કરેલ માટીને પ્રસાદ રૂપે લઈ જઈ પોતાના ખેતરમાં પધરાવશે.અને તે ખેતરમાં ફક્ત અને ફક્ત છાણીયુ ખાતર વાપરી ખેતી કરશે.તે ખેતરમાંથી જે ઉત્પાદન મળશે તેનો ઉપયોગ પોતાના પરિવાર માટે ભોજનના રૂપમાં ગ્રહણ કરશે. લખણપુરના વડીલ ભીમાભાઇ તાવિયાડ પોતાનો અનુભવ અને ઉપસ્થિત ખેડૂતોને પોતાના બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી વિગતે માહિતી આપી હતી.ઘાણીખુટના વડીલ કાનજીભાઈ કટારા,રમેશભાઈ મકવાણા તથા કાનજીભાઈ ભગતે પણ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.સાથે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને સામાન્ય પ્રતિજ્ઞા દ્વારા પોત પોતાના ખેતરમાં હંમેશા છાણીયા ખાતરનો બહોળો ઉપયોગ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સવાભાઈ ડામોર,વીરસીંગ ભાઇ પારગી, યોગેશભાઈ પારગી ,સુરેખાબેન પારગી, વિરસિગ ભાઈ પારગી માધવા ,તેમજ મડયા ભાઈએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો.