લીમખેડા તાલુકાના વિસલંગા ગામે રહેણાંક મકાનમાંથી પોલીસે 96 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર વૉન્ટેડ.
લીમખેડા તા. ૨
લીમખેડા તાલુકાના વિસલંગા ગામે મંદિર ફળિયાના એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની જાણ લીમખેડા પોલીસને થતાં લીમખેડા પોલીસના જવાનોએ બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની 96,000 ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના વિસલંગા ગામના મંદિર ફળીયાના પર્વત કાળુ ભુરીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ પેટ્રોલિંગમાં નીકળેલા લીમખેડા પોલીસના રાજેન્દ્રસિંહ નટવરસિંહ, રવીન્દ્રનાથભાઈ વિનોદભાઈ પ્રતાપભાઈ, તથા વિજયભાઈ જવસીંગભાઇ ને થતાં તેઓએ બાતમીના આધારે પર્વત ભુરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા દરોડા દરમિયાન પર્વત ભુરીયા હાજર ન મળતા પોલીસે મકાનની તલાસી લેતા તલાસી દરમિયાન મકાનમાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા-જુદા બ્રાન્ડની 760 બોટલો મળી કુલ 96,200 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતા પર્વત કાળું ભુરીયા વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.