સંતરામપુરમાં 17 કરોડની ભૂગર ગટરની યોજના હોવા છતાંય વરસાદની પાણીનો નિકાલ નહીં…
સંતરામપુર તા. ૧
સંતરામપુર નગરપાલિકા દ્વારા અને સુવર્ણ ગુજરાત દ્વારા ભૂગર ગટર યોજના નું આયોજન કરવામાં આવેલું હતું અને શરૂ કરવામાં આવેલું હતું નગરનું દરેક ગંદુ પાણી અને વરસાદી પાણી ભૂગર ગટર યોજના હેઠળ તેનો નિકાલ કરવા માટે કામગીરી કરવામાં આવેલી હતી. નગરના દરેક વિસ્તારોમાં ગોધરા ભાગોળ મોટા બજાર મંગલ જ્યોત સહકાર દીપ મેન બજાર બસ સ્ટેન્ડ ચાર રસ્તા ભોઈવાડા દરેક જગ્યાએ પાઇપો નાખીને મોટા મોટા ચેમ્બરો બનાવવામાં આવેલા હતા. છેલ્લા ત્રણ થી ચાર વર્ષ સુધી આ યોજનાની કામગીરી ચાલી રહેલી હતી અને તેને પૂર્ણ થયા પછી પણ ત્રણ વર્ષ ઉપરાંત થઈ ગયા છતાંય આજદિન સુધી આ ભૂગર્ભ ગટર યોજના કાર્યરત જ નહીં દરેક વિસ્તારમાં હજુ પણ રોડ ઉપર જ પાણી ભરાઈ રહેતા હોય છે અને હજુ પણ તેનો કોઈ નિકાલ કરવામાં આવતો જ નથી જો ભૂગર ગટર યોજના નિષ્ફળ રહી આજે સંતરામપુર નગરમાં વરસાદ પડતા મંગલ જ્યોતની ગેટ પાસે અને શિકારી ફળિયામાં બસ સ્ટેન્ડ ચાર રસ્તા માજી ધારાસભ્ય ના ઘર પાસે તળાવની ભરાયા તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા સંતરામપુરમાં ભૂગર ગટર યોજના હેઠળ નગરના દરેક વ્યક્તિએ ધૂળ ડમરી અને ખાડાથી મુશ્કેલી વેઠીયા પછી પણ આ યોજનાનો લાભ નહીં મળતા નગરમાં સ્થાનિક રહીશોમાં વાયુ વેગ જોવા મળી આવ્યો છે.