Saturday, 27/07/2024
Dark Mode

નકલી કચેરી મહાકૌભાંડમાં દાહોદ પોલીસનો તપાસનો ધમધમાટ.  પ્રાયોજના વહીવટદાર કચેરીના તમામ ટેબલના કર્મચારીઓને રાઉન્ડ અપ કરી નિવેદનો અને પૂછપરછ હાથ ધરાઈ.. 

November 29, 2023
        1294
નકલી કચેરી મહાકૌભાંડમાં દાહોદ પોલીસનો તપાસનો ધમધમાટ.   પ્રાયોજના વહીવટદાર કચેરીના તમામ ટેબલના કર્મચારીઓને રાઉન્ડ અપ કરી નિવેદનો અને પૂછપરછ હાથ ધરાઈ.. 

નકલી કચેરી મહાકૌભાંડમાં દાહોદ પોલીસનો તપાસનો ધમધમાટ.

પ્રાયોજના વહીવટદાર કચેરીના તમામ ટેબલના કર્મચારીઓને રાઉન્ડ અપ કરી નિવેદનો અને પૂછપરછ હાથ ધરાઈ.. 

દિવાળી વેકેશન પર રજા પર ગયેલા કેટલાક કર્મચારીઓને પૂછપરછ માટે પોલીસે પરત બોલાવ્યા..

એલસીબી કચેરી દિવસભર ધમધમતી રહી, નિવૃત આઈ. એસ.અધિકારી બી.ડી.નિનામા તેમજ અંકિત સુથારને સામ-સામે બેસાડી પૂછપરછ હાથ ધરાઈ.

પોલીસના પૂછપરછ અને નિવેદનોના દોરમાં કર્મચારીઓ બાદ પદાધિકારીઓનો નંબર ક્યારે લાગશે.?ચર્ચાઓ 

દાહોદ તાં.30

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં હવે દાહોદ પોલીસની તપાસો દરમ્યાન નવા નવા ખુલાસા થતાં દાહોદ પોલીસની તપાસનો ફેલાવો પણ વધતો જઈ રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં જે તે સમયના જવાબદાર નિવૃત આઇએસ અધિકારી બી.ડી નિનામાની પરમ દિવસે ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા.આ પહેલા સમગ્ર પ્રકરણમાં સક્રિયતા થી ભૂમિકા ભજવનાર અંકિત સુથારને પણ ચાર દિવસ પૂર્વે દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તે પણ હાલ 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જયારે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામા ને પણ ગઈકાલે સાંજે દાહોદ કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.આ અગાઉ દાહોદ પોલીસે સમગ્ર પ્રકરણમાં કેન્દ્રબિંદુ રહેલા નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂતની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી

 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન પોલીસે 2018 થી 2023 ના સમયગાળા દરમિયાન બોગસ કચેરી બનાવી 100 જેટલા કામોમાં 18 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચરનાર અબુ બકર આણી મંડળીના સંદીપ રાજપૂત પાસેથી સમગ્ર પ્રકરણમાં રજેરજની માહિતી એકત્ર કરી હતી આ પહેલા નકલી કચેરી પ્રકરણમાં જે 100 કામો કાગળ ઉપર બતાવવામાં આવ્યા છે. તેમની તમામ ફાઈલો પોલીસે કબ્જે કરી હતી. અને ત્યારબાદ તપાસનો ધમધમાટનો આરંભ કરતા હવે એક પછી એક આ કેસની પરતો ખુલવા પામી છે. હવે મહત્વપૂર્ણ બાબતે છે કે આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર અધિકારી બી.ડી નીનામા છ દિવસના રિમાન્ડ હેઠળ હોવાથી દાહોદ પોલીસની ટીમોએ હવે સમગ્ર પ્રકરણમાં નાણાકીય વ્યવહારો અને વર્ષ 2018 થી 2023 દરમિયાન કથિત રીતે આચરાયેલા આ કૌભાંડમાં જે તે સમયે પ્રાયોજના વહીવટદારની કચેરીમાં પદસ્થ અધિકારીઓ, કર્મચારીઓ જે અન્ય જિલ્લામાં હાલ ફરજ બજાવી રહ્યા છે તેઓને પોલીસ દ્વારા તેડુ મોકલી દાહોદ ખાતે બોલાવવામાં આવ્યા છે. તેમજ અત્યારે પ્રાયોજના વહીવટદારમાં જે કર્મચારીઓ અધિકારીઓ જેતે સમયે પણ ફરજ પર હાજર હતા. અને હમણાં પણ ફરજ બજાવી રહ્યા છે કે તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પોલીસે રાઉન્ડ અપ કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ઓફિસે બોલાવવામાં આવ્યા છે અને તમામની વન ટુ વન એટલે કે એક પછી એક અલગ અલગ એંગલ ઉપર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાયોજના વહીવટદાર કચેરીના જે લોકો દિવાળી વેકેશનામાં ફરવા ગયા છે તેઓનો પણ દાહોદ પોલીસ દ્રારા બોલાવતા તેઓના પણ જીવ તાળવે ચોટી ગયા છે અને કેટલાકને તો પરત રજા પરથી પાછા બોલાવવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર પ્રકરણ માં કોનો રોલ શું છે તે હાલ સ્પષ્ટ નથી.પરંતુ પ્રાયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.જેમાં કેટલાક કર્મચારીઓ આવી લાગણી પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા.કે અમારી પરિસ્થિતિ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી છે. આ સમગ્ર બાબતમાં અમારે કઈ લેવા દેવા નથી પરંતુ જેમ ઘઉની સાથે કંકર પીસાતા હોય તેમ પાડાના વાંકે પખાલી ને ડામ જેવી પરિસ્તિથી અમારી થવા પામી છે.ત્યારે કચેરીને સંલગ્ન અધિકારીઓ તેમજ કર્મચારીઓના એક તરફ પોલીસ દ્વારા નિવેદનો અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ તેમના સગા સંબંધીઓ તેમજ પરિવારજનો ભારેમન તેમજ ઉચવાટની સાથે એલ.સી.બી કચેરીની બહાર પ્રતીક્ષા કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે હવે સમગ્ર પ્રકરણમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો ફુલ ફ્લેગમાં તપાસમાં જોતરાઈ ગઈ છે.ત્યારે આવનારા સમયમાં નકલી કચેરી પ્રકરણમાં સડોવાયેલા પ્રયોજના વહીવટદાર કચેરીના જવાબદારો સામે કાર્યવાહીનો દોર ચાલશે. જોકે હાલ તો કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓનો પૂછપરછ અને નિવેદનો ઢોર ચાલી રહ્યો છે પરંતુ આવનારા સમયમાં શું પદાધિકારીઓનો પણ નંબર લાગશે ખરો.? તે તો આવનાર સમય જ બતાવશે.પરંતુ હાલ સમગ્ર પ્રકરણને લઈ તરેહ તરેહની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!