મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી નેનકી તલાટીને માહિતી આયોગ દ્વારા દંડ ફટકાર્યો.
RTI અંતર્ગત માંગેલી માહિતી સમય મર્યાદામાં પૂરી ન પડાતા સંજેલી તાલુકા પંચાયત કચેરીના મદદનીશ અધિકારી એલ ડી મકવાણાને રૂપિયા 5,000 નો દંડ નેનકીના તલાટી સી જી ચારેલને 5,000 નો દંડ.
સંજેલી તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેર એ ડી સંગાડા ને ઠપકો અપાતા સંજેલી તાલુકામાં ચારેકોર ચર્ચા.
સંજેલી તા. ૨૯
સંજેલી તાલુકાના નેનકી ગામના રણછોડ ગવજી પલાસે RTI અંતર્ગત નેનકી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 14માં નાણાપંચના વિકાશના કામો RCC રોડ,નવીન કુવાઓ,પ્રોટેક્શન દિવાલ બોરવીથ મોટર,ધોબીઘાટ તથા હવાડા ના કામો આ તમામ વિકાસના કામોની RTI અંતર્ગત માહિતી માંગી હતી.અને વધુમાં 15માં નાણાપંચના ગ્રુપ ગ્રામ પંચાયત નેનકીમાં વર્ષ 2020 થી 2022 સુધીમાં થયેલા કામો માં રોડ રસ્તા,ફળિયાના વિકાસના કામો,કુવાઓ,બોરવિથ મોટર,પેવર બ્લોક નું કામ
એલીડી સૂર્ય ઉર્જા તેમજ જાહેર સરકારી જગ્યા ઉપર કે ફળિયામાં ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે.ગ્રુપ ગ્રામ પંચાયત નેનકીમાં વર્ષ 2018 થી 2022 સુધીમાં 5% પ્રોત્સાહકનું કામ 7 ગામોમાં આવેલ તેના બિલ નંબરો,એમ બી રોકોર્ડ તથા ચેક નંબર અને કેટલા રૂપિયાનું તેની સાથે પ્રમાણિત નકલ પણ આરટીઆઇ દ્વારા માંગી હતી.આ તમામ બાબતો એ માહિતી આપવામાં સંજેલી તાલુકા પંચાયત કચેરીના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એલડી મકવાણા તેમજ નેનકી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી સી જી ચારેલ દ્વારા ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને તેમજ સંજેલી તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઈજનેર એ ડી સંગાડા દ્વારા પણ આ બાબતે ગંભીર બેદરકારી દાખવીને અરજદારને સમય મર્યાદામાં માહિતી આપવામાં ન આવી હતી
જેથી અરજદારે ઉચ્ચકક્ષાએ અપીલ કરતા આ બાબતે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સંજેલી તાલુકા પંચાયત કચેરીના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એલડી મકવાણા દ્વારા અરજદારને સમય મર્યાદામાં માહિતી ન આપવા બદલ અને બેદરકારી દાખવા બદલ તેમજ દોષિત ઠેરવ્યા હતા અને તેઓને ₹5,000 નો દંડ ફટકારાયો હતો તેમજ નેનકી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી સી જી ચારેલ ને પણ અરજદારને સમય મર્યાદામાં માહિતી પૂરી ન પાડવા તેમજ બેદરકારી દાખવા બદલ ₹5,000 નો દંડ ફટકારાયો હતો.આ બંને અધિકારીઓએ તેઓને ફટકારાયેલો દંડ તેમના પોતાના ભંડોળમાંથી ભરવાનો રહેશે અને જો તેઓ દંડ પોતાના ભંડોળમાંથી નહીં ભરે તો તેમના પગારમાંથી કપાત કરવામાં આવશે.સંજેલી તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેર એ ડી સંગાડાએ પણ ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને અરજદારને સમય મર્યાદામાં માહિતી ન પૂરી પાડતા સંજેલી તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેર એ ડી સંગાડાને પણ ઠપકો આપવામાં આવ્યો છે
આમ નેનકી ગામ ના અરજદારે નેનકી ગ્રામ પંચાયતની RTI અંતર્ગત માંગેલી માહિતી સમય મર્યાદામાં પૂરી ન પડાતા સંજેલી તાલુકા પંચાયત કચેરીના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એલ ડી મકવાણાને રૂપિયા 5,000 નો દંડ તેમજ નેનકી ગ્રામ પંચાયતના તલાટી સી જી ચારેલને પણ રૂપિયા 5,000 નો દંડ અને સંજેલી તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેર એ ડી સંગાડા ને ઠપકો અપાતા સંજેલી તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.