Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો.. બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ.

November 28, 2023
        476
દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..  બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ.

દાહોદ લાઈવ

દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ.

સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી નકલી કાર્યપાલક એન્જિનિયર, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સહિત ત્રણની ધરપકડ

ધરપકડ કરાયેલા બી.ડી નીનામાને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો:ચાર દિવસ પૂર્વે પકડાયેલો અંકિત સુથાર 11 દિવસના રિમાન્ડ પર.

દાહોદ તાં.27

દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો.. બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ.

છોટાઉદેપુર બોડેલી ખાતે નકલી કચેરીના બહુચર્ચિત રાજ્યવ્યાપી કૌભાંડ મામલે દાહોદની પ્રાયોજના અમલદારની કચેરીના મુખ્યા એવા તત્કાલીન હાલ નિવૃત IAS અધિકારીની ધરપકડ કરાતા કૌભાંડ મામલે સમગ્ર વહીવટી તંત્ર સહીત રાજકીય શેત્રે ભૂકંપ જેવી પરિસ્તિથી સર્જાવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં નકલી સરકારી અધિકારી અંકિત સુથારનો ચાર દિવસ પહેલાજ દાહોદ પોલીસે ટ્રાન્ફર વોરંટથી છોટાઉદેપુર પોલીસ પાસેથી કબ્જો મેળવ્યો હતો સમગ્ર કૌભાંડમાં પોલીસની પુછપરછ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા અંકિત સુથાર દ્રારા કરવામાં આવ્યા હોવાનું અંતરંગ વર્તુળો દ્રારા ધ્યાનમાં આવ્યું છે ધરપકડ કરાયેલા માજી IAS અધિકારીને કોર્ટમાં સમાચાર લખાય છે ત્યાં સુધી રિમાન્ડ મેળવવા માટે લઈ જવામાં આવ્યા છે આમ કુલ દાહોદ પોલીસે ત્રણ જેટલા આરોપીઓને પોતાની પાસે રાખી ટેક્નિકલ સોર્સ વૈજ્ઞાનિક ઢબ અને ક્રોસ વેરિફિકેશન સાથે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા દાહોદના સમગ્ર વહીવટી તંત્રમાં છુપાભય સાથે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે રાજ્યવ્યાપી આ કૌભાંડમાં પ્રાયોજના અમલદારની સાથે સાથે અન્ય કઈ કચેરીના કયા અધિકારી સામેલ છે? કે કયા કર્મચારીની સંડોવણી છે? તેની ચર્ચા સરકારી વર્તુળોમાં તો થઈજ રહી છે પરંતુ એથી વિશેષ સમગ્ર કૌભાંડમાં ક્યાં રાજકીય દેવનો હાથ હતો તે દિશાની તપાસ પણ આરંભાઈ તેવી દહેશતના પગલે રાજકીય વર્તુળમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો છે ત્યારે આગામી દિવસોમાં તપાસનો દોર હજુ કેટલા મોટા માથાઓનો ભોગ લેછે તે જોવું રહ્યું જોકે આ સમગ્ર કૌભાંડમાં દાહોદ કચેરીમાં સો જેટલા કેસો પૈકી 82 જેટલા કેસો ધરપકડ કરાયેલા માજી IAS અધિકારી બી ડી નિનામા ના સમયગાળા દરમિયાનજ મંજુર કરાયા હોવાનું બહાર આવવા પામ્યું છે ત્યારે આ અધિકારી અન્ય સાથીદારોના નામ ઓકશે કે બચાવશે કે અન્ય ભૂગર્ભમાં ડટાયેલા અન્ય કૌભાંડને પણ ડોક્યું કરવાની તક આપશે કે સમગ્ર બાબતને કાચબાની ગતીએ દબાવી દેવામાં આવશે તે તો આવનાર સમયજ બતાવશે પણ હાલ સમગ્ર બાબતે જિલ્લામાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે

ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાયેલો અંકિત સુથાર 11 દિવસના રિમાન્ડ પર.

દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો.. બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ.

 નકલી કચેરી કૌભાંડમાં ટ્રાન્સફર વોરંટના આધારે પૂછપરછ અંગે દાહોદ લવાયેલા માસ્ટર માઈન્ડ પૈકી અંકિત સુથાર મૂળ મહેસાણાનો રહેવાસી અને દસ વર્ષ પહેલા વડોદરા મુકામે તેના મામાના ત્યાં નોકરી કરવા આવ્યો હતો. જ્યાં દસ વર્ષના સમય ગાળામાં અલગ અલગ જગ્યાએ નોકરીઓ કરી હતી. પરંતુ થોડાક વર્ષો પહેલા ઝેરોક્ષની દુકાનમાં 3500 રૂપિયામાં નોકરીએ લાગેલો અંકિત સુથાર પાસે એકાએક મોટી રકમ આવી જતા તેને પોતાની ઓફિસ, ગાડીઓ તેમજ અન્ય જાહોજલાલીમાં રાચરચીલુ ભોગવતા અંકિત સુથારને ઓળખતા સો કોઈ તેની પ્રગતિથી દંભ રહી ગયા હતા.જોકે નકલી કચેરી કૌભાંડમાં તેની સંડોવણી બહાર આવતા છોટાઉદેપુર પોલીસે તેરી ધરપકડ કરી હતી અને ત્યારબાદ પૂછપરછ હાથ ધરી હતી.આ દરમિયાન દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ ના આધારે નકલી કચેરી કૌભાંડના પ્રકરણમાં ભેજાબાજો પૈકી અંકિત સુથારને દાહોદ ખાતે લાવ્યા હતા અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા ઘણા બધા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં નકલી કચેરી કૌભાંડમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ ભજવનાર અંકિતના પિતા પણ કોન્ટ્રાક્ટર હતા.એનજીઓ મારફતે સરકારી કામો કોન્ટ્રાક્ટ પર રાખતા અંકિતના પિતા પાસેથી તમામ વહીવટી પ્રક્રિયામાં પારંગત થયેલો અંકિત વડોદરા મુકામે ઝેરોક્ષની દુકાનમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત નકલી કચેરી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અબુબકર તેમજ તેનો ભાઈ એજાજ ઝેરોક્ષની દુકાનમાં કાગળિયા ઝેરોક્ષ કરાવવા આવતા થઈ હતી. અને ત્યારબાદ એકબીજાના નંબરની આપ લે કરી આ સમગ્ર કચેરી કૌભાંડમાં અબુ બકર આણી મંડળી સાથે ભેગા મળી સરકારને ચુનો ચોપડનાર અંકિત રાતોરાત માલુતેજાર બની ગયો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલ પોલીસ અંકિત સુથારના રિમાન્ડ દરમિયાન 360 ડીગ્રી એંગલ પર માઈક્રો એનાલિસિસ કરી સમગ્ર પ્રકરણમાં અંકિત કઈ કઈ જગ્યાએ સંડોવાયેલો હતો અને તેની શું ભૂમિકા હતી તે અંગે રજે રજની માહિતી તેમજ પુરાવા એકત્રિત કરવાની કામગીરીમાં ફુલ ફ્લેગમાં જોતરાયેલી જોવા મળી રહી છે.

 નકલી કચેરી કૌભાંડમાં શરૂઆતથી જ કેન્દ્રમાં રહેલા તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નીનામા ફરતે ગાળીઓ વધુ કસાયો..

દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો.. બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ.

નકલી કચેરી કોભાંડમાં જેની સીધી સંડોવણી અને જેના વિરુદ્ધમાં અનેક પુરાવાઓ પોલીસે એકઠા કર્યા છે.તેવા તત્કાલીન આઈએસ અધિકારી બી.ડી.નીનામાની વિકાસ ગાથા પણ અનેરી અને અદકેરી છે. વર્ગ-3 ના કર્મચારી તરીકે જોડાયેલા બી.ડી.નીનામા પ્રમોશન મેળવી મેળવી આખરે આઇ.એ.એસ થયા હતા.અને દાહોદ પ્રાયોજના અમલદાર કચેરીમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન આ કોભાડને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે ત્યારે. વર્ષ 2018 થી 2023 દરમિયાન આચરાયેલા કૌભાંડમાં દાહોદની કચેરીમાં 100 જેટલા કેસો પૈકી 82 કેસોતો નીનામાજીના કાર્યકાળ દરમિયાન જ મંજુર કરવામાં આવ્યા છે.તેમાંય ચોકાવનારી હકીકત તો એવી છે કે આ 82 પૈકી મોટાભાગના કેસો માત્ર એક જ દિવસમાં મંજુર કરી દેવાયા છે. એક જ દિવસમાં આટલા બધા કેસો મંજૂર કરવાનું કારણ શું.?કોઈ રાજકીય દબાવ કે પછી પ્રમોશન અંગે ટ્રાન્સફર થવાની ભીતી? કારણ ગમે તે હોય પરંતુ આ તો માત્ર ઝાંખી છે ઘણું બધું હજી બાકી છે તેવું સૂત્ર સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર કેસ ગુજરાત અને ગુજરાતના રાજકારણમાં કેટલો મહત્વનો બની રહેશે એ આવનાર સમયે જ કહેશે…..!!!

નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધારને માઈનર હાર્ટ અટેક આવતા હોસ્પિટલ ભેગો કરાયો.

 દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી સરકારી કચેરી કૌભાંડમાં દાહોદ પોલીસ હવે ખુબ જ સક્રિયતાથી એક્શનમાં આવી છે અને એક પછી એક પ્રકરણમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી તપાસને વેગવંતી બનાવી છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ગણાતા અબુ બકરના ફરતે ગાળીયો વધુને વધુ કસાતો જોવા મળી રહ્યો છે.હવે હું કોઈપણ સંજોગોમાં બહાર આવી શકું તેમ નથી અને સમગ્ર જિંદગી જેલવાસો ભોગવવાનો વારો આવે તેમ અંદરો અંદર માની બેઠેલા પ્રકરણનો માસ્ટર માઈન્ડ અબુબકર આઘાતમાં સરી પડ્યો હોય તેમ મીની હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

ખોટા સરનામે થયેલા કચેરીના પત્ર વ્યવહારો અને નાણાકીય વ્યવહારો જે તે કાર્ય માટે વપરાયા છે ખરા.?

રાજ્ય વ્યાપી બહુચર્ચિત આ કૌભાંડમાં દાહોદ ખાતેની એક પણ કચેરીનીનું સરનામું સાચું ન દર્શાવી હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે.ત્યારે સમગ્ર પત્ર વ્યવહાર ક્યાં અને કેવી રીતે થયો? તે પણ ખૂબ જ મહત્વનું બની રહેશે.દાહોદ ખાતે અલગ અલગ વિસ્તારમાં સરનામાં દર્શાવી લાખોની ગ્રાન્ટ મેળવનારા આ કૌભાંડકારીઓએ જે તે કાર્ય માટે લીધેલી ગ્રાન્ટ જે તે કામો માટે વાપરી છે કે કેમ.?તે પણ પોલીસ માટે હવે તપાસતો વિષય બન્યો છે.કરોડોની રકમ ખરેખર જે તે કામ માટે વપરાય છે. કે પછી સીધી ખિસ્સામાં ગઈ છે. અને ખિસ્સામાં ગઈ હોય તો જે તે અધિકારીના ધ્યાન ઉપર કેમ ન આવ્યું? સરકારી કચેરીઓનું દર વર્ષે ઓડિટ થાય છે.ત્યારે સાચી કચેરીઓમાં ગ્રાન્ટ પહોંચી ન હોવાનું બહાર કેમ ન આવ્યું.? તે પણ તપાસનો વિષય છે. અને પોલીસ માટે પડકારરૂપ બાબત છે.

એનજીઓ તરીકે કામ કરનારા ભેજાબાજો નકલી કચેરી સુધી કેવી રીતે પહોંચ્યા.?

નકલી કચેરી કોભાંડમાં અબુ બકર આણી મંડળીનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. છોટાઉદેપુરના બોડેલી ખાતેથી શરૂ થયેલા નકલી કચેરી કોભાંડની જડો ભલે દાહોદમાં હોય પણ તેના બીજ બહુ પહેલા નખાઈ ગયા હતા.આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ગણાતા અબુબકર તેમજ તેનો ભાઈ એજાજ કોન્ટ્રાક્ટર તરીકે નાના મોટા રીડવલોપમેન્ટ ના કામો કરતા હતા.જ્યાં છાપામાં એક જાહેરાત બાદ 10 ધોરણ પાસ થયેલા નકલી કાર્યપાલક એન્જિનિયર સંદીપ રાજપૂત જોડે એજાજની મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ બંને સાથે મળીને નાના મોટા રીડેવલોપમેન્ટના કામો કર્યા હતા. આ દરમિયાન માસ્ટર માઈન્ડ અબુ બકર એનજીઓ મારફતે સરકારી કામો કરતો હોવાથી તે વહીવટી પ્રક્રિયામાં ખૂબ જ અનુભવ ધરાવતા પારંગત બન્યો હતો.અને નાનું નાનું કરવું એના કરતાં કંઈક મોટું કરી નાખીએ તેવું વિચારીને અબુ બકરના માઈન્ડમાં સમગ્ર દાહોદ સહિત રાજ્યભરમાં ભૂકંપ સર્જનાર નકલી કચેરી કૌભાંડના બીજ રોપાયા હતા.અને અબુ બકર અને એજાજના માર્ગદર્શનમાં નકલી કચેરી કૌભાંડનું પાયો નાખવામાં આવ્યો અને જેમાં ધોરણ 10 પાસ થયેલા સંદીપ રાજપૂત પોતે એમબીએ પાસ કરેલો હોવાની ઓળખ આપી નકલી નાયબ કાર્યપાલક એન્જિનિયર તરીકે પ્રસ્થાપિત થયો હતો.અને જ્યારે તેના નામના સહીના નમુના અને અન્ય નકલી વહીવટી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવતા પોતે નકલી કાર્યપાલક એન્જિનિયર બન્યો હોવાની ભૂમિકાથી માહિતગાર થયો હતો.આ દરમિયાન વડોદરા મુકામે ઝેરોક્ષ ની દુકાન માં મુલાકાત થયેલા ધોરણ 8 પાસ કરેલા અંકિત સુથાર આ ટોળકીમાં સામેલ થયો હતો. અને દાહોદ ખાતે સંદીપ રાજપૂત સાથે મુલાકાતો વેળાએ આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!