Wednesday, 04/12/2024
Dark Mode

160 કિમી પ્રતિ કલાકની મિશન રફ્તાર માટે રેલ્વેએ નાગદા-ગોધરા સેક્શનનો ત્રીજો વળાંક પણ સીધો કર્યો.  રતલામ મંડળના ભૈરોગઢ સ્ટેશન યાર્ડનો તીવ્ર વળાંકમાં ઘટાડો કરવા રેલવે બે કિલોમીટર સુધીની નવી લાઈન પાથરી દિલ્હી-મુંબઈ મેન લાઈન જોડે કનેક્ટ કરી..

November 27, 2023
        474
160 કિમી પ્રતિ કલાકની મિશન રફ્તાર માટે રેલ્વેએ નાગદા-ગોધરા સેક્શનનો ત્રીજો વળાંક પણ સીધો કર્યો.   રતલામ મંડળના ભૈરોગઢ સ્ટેશન યાર્ડનો તીવ્ર વળાંકમાં ઘટાડો કરવા રેલવે બે કિલોમીટર સુધીની નવી લાઈન પાથરી દિલ્હી-મુંબઈ મેન લાઈન જોડે કનેક્ટ કરી..

160 કિમી પ્રતિ કલાકની મિશન રફ્તાર માટે રેલ્વેએ નાગદા-ગોધરા સેક્શનનો ત્રીજો વળાંક પણ સીધો કર્યો.

રતલામ મંડળના ભૈરોગઢ સ્ટેશન યાર્ડનો તીવ્ર વળાંકમાં ઘટાડો કરવા રેલવે બે કિલોમીટર સુધીની નવી લાઈન પાથરી દિલ્હી-મુંબઈ મેન લાઈન જોડે કનેક્ટ કરી..

વળાંકને સીધો કરવા પહાડનો એક મોટો હિસ્સો કાપી નવી લાઈન પાથરવામાં આવી..

રેલવે ગઈકાલે સાડા સાત કલાકનો મેગા બ્લોક લઈ કામગીરી પૂર્ણ કરી: આગામી અઠવાડિયા થી ટ્રેનો નવા ટ્રેક પર સંચાલિત થશે.

દાહોદ. તા. ૨૭ 

રતલામ મંડળના રતલામ ગોધરા સેક્શનના ભૈરોગઢ સ્ટેશનના યાર્ડમાંથી હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનોનું સંચાલન થશે. હમણાં તીવ્ર વળાંક હોવાથી આ સ્થળે 60 કિ.મી પરમાનંદ સ્પીડ રિસ્ટ્રિક્શન (PSR ) લાગેલો હતો. જેને રેલ્વે દ્વારા દૂર કરી ટ્રેનોની ઝડપ વધારવા 4.2 ડિગ્રીના તીવ્ર વળાંકને રીપેર કરી 3 ડિગ્રી સુધી કરવામાં આવ્યું છે. જેના માટે રેલવેએ મોટો પર્વતનો એક હિસ્સો કાપી લગભગ બે કિલોમીટર સુધી લાંબો નવો ટ્રેક પાથરવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે રવિવારના રોજ લગભગ 7.30 કલાકનો મેગા બ્લોક લઇ નવી લાઈનને દિલ્હી મુંબઈ લાઈન સાથે કનેક્ટ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી અઠવાડિયાથી તેનો આ નવી લાઈન પરથી પસાર કરવામાં આવશે.આ પહેલા આજ સેક્શનમાં બીલડી સ્ટેશન યાર્ડમાં તેમજ રતલામ-નાગદા સેક્શનમાં બેડાવન્યા પાસેના કર્વને સીધો કરવામાં આવ્યું છે.આ કવાયત 1384 કિમી લાંબી દિલ્લી-મુંબઈ રેલવે રૂટ પર ટ્રેનોને 160 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડાવવા માટે કરવામાં આવી છે. ઈસમે રતલામ-ગોધરા સેક્શન બ્રેકીંગ પોઇન્ટ સાબિત થઈ રહ્યું છે. આ રેલખંડમાં અપ લાઈનમાં 16 અને ડાઉન લાઈનમાં 12 કર્વ છે.આમાં ભેંરોગઢ તેમજ બિલડી સ્ટેશન યાર્ડમાં તીવ્ર વળાંક છે. જે લગભગ સીધા કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ બાદ એક એક કરીને અન્ય બીજા વળાંક પર સીધા કરવાની રેલવેની તૈયારીઓ છે. અત્રે ઉલ્લેખનીએ છે કે કર્વ અને ગ્રેડીએન્ટના કારણે PSR લાગેલા હોવાથી રતલામ-ગોધરા સેક્શનમાં ટ્રેનું સૌથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી રહી છે.

*હાલમાં, ટ્રેનો માત્ર રતલામ-નાગદા વચ્ચે મહત્તમ 130 કિમીની ઝડપે દોડી રહી છે..*

 મિશન રફ્તાર હેઠળ, દિલ્હી-મુંબઈ રૂટના મંડલ ભાગનો રતલામ-નાગદા વિભાગ ટૂંક સમયમાં 160 કિમીની ઝડપ માટે તૈયાર થઈ જશે. આ માટે રેલ લાઇનમાં ચાલુ ટ્રેક, સ્લીપર, સિગ્નલ, OHE, બ્રિજ અને ઈલેક્ટ્રીકલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં, સમગ્ર વિભાગમાં રતલામ-નાગદા રેલવે વિભાગ એકમાત્ર એવો છે, જેમાં ટ્રેનો પ્રતિ કલાક 130 કિમીની ઝડપે દોડી રહી છે. લગભગ ત્રણ વર્ષ પહેલા ટ્રેકને મજબૂત કરીને મેઘનગર-લીમખેડાની સ્પીડ 100 થી વધારીને 110 અને લીમખેડા-ગોધરાની સ્પીડ 110 થી વધારીને 120 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે.

ઝડપ વધારવાના ફાયદા શું થશે.??

 1. દિલ્હી-મુંબઈની યાત્રા 13 થી 13.30 કલાકમાં પૂર્ણ થશે. હાલમાં 15 થી 15.30 કલાકનો સમય લાગી રહ્યો છે.

 2. ટ્રેનોની ઝડપી અવરજવરને કારણે નવી પેસેન્જર ટ્રેન સરળતાથી દોડી શકશે. જ્યારે રાજધાની ટ્રેનને રાતોરાત એક્સપ્રેસ તરીકે દોડાવી શકાશે.

 3. ચારથી પાંચ હજાર ટનનો ભાર વહન કરતી ગુડ્સ ટ્રેનોએ વળાંક પરથી પસાર થતી વખતે અને ઘાટ પર ચડતી વખતે તેમની સ્પીડ ઓછી કરવી પડે છે, જે હવે કરવાની રહેશે નહીં.

 4. વરસાદ દરમિયાન, માલસામાનની ટ્રેનોને ઘણીવાર અધવચ્ચે રોકવી પડે છે કારણ કે વળાંકો અને ઢાળના કારણે, પૈડાં પાટા પર લપસવા લાગે છે, જેના કારણે ટ્રેન પાછી અટકવાનું શરૂ કરે છે. આ સમસ્યા પણ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!