Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદ પોલીસની તપાસ એજન્સીઓ” અસલી-નકલી વહીવટ “ના ખેલો સામે ઝીણવટપૂર્વક તપાસો માટે સજ્જ..  નકલી કચેરી પ્રકરણમાં સંડોવાયેલા જવાબદારોના દ્વારે દાહોદ પોલીસ ગમે ત્યારે દસ્તક દેશેની સંભાવનાઓ.??

November 26, 2023
        1188
દાહોદ પોલીસની તપાસ એજન્સીઓ” અસલી-નકલી વહીવટ “ના ખેલો સામે ઝીણવટપૂર્વક તપાસો માટે સજ્જ..   નકલી કચેરી પ્રકરણમાં સંડોવાયેલા જવાબદારોના દ્વારે દાહોદ પોલીસ ગમે ત્યારે દસ્તક દેશેની સંભાવનાઓ.??

રાજેન્દ્ર શર્મા :- દાહોદ 

દાહોદ પોલીસની તપાસ એજન્સીઓ” અસલી-નકલી વહીવટ “ના ખેલો સામે ઝીણવટપૂર્વક તપાસો માટે સજ્જ..

નકલી કચેરી પ્રકરણમાં સંડોવાયેલા જવાબદારોના દ્વારે દાહોદ પોલીસ ગમે ત્યારે દસ્તક દેશેની સંભાવનાઓ.??

—————————————

દાહોદ પ્રાયોજના કચેરીના 6 બોગસ સરકારી કચેરીઓના કામોની વહીવટી મંજૂરીઓ આપીને 18.59 કરોડ રૂપિયા ગ્રાન્ટ નાંણા ફાળવવાના મહા કૌભાંડમાં સ્ફોટક રહસ્યો સામેલ.!!

______________________

નકલી કા.ઈજનેર સંદીપ રાજપૂત નો અસલી ગુરુ અબુ બકર સૈયદને તપાસો માટે લાવવામાં આવે ની શક્યતાઓ..

નકલી કચેરી પ્રકરણમાં સંડોવાયેલા અસલી ગુરુઓ ગમે ત્યારે પોલીસના સાણસામાં આવવાની આશંકાઓ.

દાહોદ તા..26

     દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીનો વહીવટ મેનેજ (સેટિંગ) કરીને નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ સરકારી કચેરીઓના બહાર આવેલા આ કૌભાંડમાં નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત નો અસલી ગુરૂ અબુબકર સૈયદ કે જે સરકારી કોન્ટ્રાક્ટરના કામો કરીને દરેક રાજકીય પક્ષના નેતાઓ સાથે ચૂંટણીઓમાં લાયઝનીંગના પ્રલોભનો ની માયાજાળ મા પણ ગોઠવાતો હતો. અને હાલમાં છોટાઉદેપુર સબ જેલમાં બોડેલીની નકલી સિંચાઈ કચેરીના કૌભાંડમાં જેલવાસ ભોગવતા અબુબકર સૈયદનો કબજો દાહોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ ના આધારે લઈને મહા કૌભાંડની ખુટતી કડીઓ નો તાગ મેળવશે એવી ધારણાઓ છે એટલા માટે કે નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ સરકારી કચેરીઓના દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીએ 2018 થી 2023 સુધીમાં 100 વિકાસના કામોની વહીવટી મંજૂરીઓ આપીને 18.59 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાણાંની ફાળવણી કરવાના આ મહાકૌભાંડ સામે ચાલી રહેલી તપાસો સંદર્ભમાં દાહોદ પોલીસ દ્વારા સત્તાવાર માહિતીઓ આપવામાં થોભો અને રાહ જુઓ ના આ ઇન્વેસ્ટિગેશન મા આ કૌભાંડમાં સંડોવાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ ચહેરાઓ ક્યાંક અંડરગ્રાઉન્ડ ના થઈ જાય આ તકેદારીઓ પણ જરૂરી છે.

     પરંતુ દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી માંથી નકલી કાર્યપાલક ઇજનેરની 6 બોગસ વિવિધ સિંચાઈ શાખાની કચેરીઓના નામે દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીના પ્રાયોજના વહીવટદારોએ 2018 થી 2023 સુધીના સમયગાળામાં 100 જેટલા સિંચાઈ સુવિધાઓ અને પીવાના પાણીઓ માટેના વિકાસના કામોને વહીવટી મંજૂરીઓ આપીને 18.59 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાંણા ફાળવ્યા આ અસલી-નકલી જેવા વહીવટોમાં સિંચાઈ કચેરીઓના સત્તાધીશો પણ ઊંઘતા ઝડપાઈ ગયા છે. કારણ કે દાહોદ જિલ્લા સત્તાધીશોના અધ્યક્ષ સ્થાને પ્રતિ માસ યોજાતી વહીવટી તંત્રની બેઠકો અને વિકાસના કામો માટેની રીન્યુ બેઠકોમાં પણ આ 6 બોકસ સિંચાઈ કચેરીઓ નો ભાંડો ના ફૂટ્યો આ પણ એક મહા આશ્ચર્ય છે .

     જો કે આદિવાસી અને પછાત એવા દાહોદ જિલ્લાના સાર્વત્રિક વિકાસની વાતો કરતા અને સરકારના કરોડ રૂપિયાની ગ્રાન્ટના વિકાસનું આયોજન કરનાર દાહોદ પ્રાયોજના કચેરીના પ્રાયોજના વહીવટદાર દ્વારા 2020 -2021 માં દાહોદ જિલ્લામાં અસ્તિત્વ નહીં ધરાવતી કાર્યક્ષેત્ર બહારની કાર્યપાલક ઇજનેર નર્મદા સિંચાઈ નહેર વિભાગ નં. 3 ડભોઇ(વડોદરા) ને એક જ વર્ષમાં સૌથી વધુ 46 કામોની વહીવટી મંજૂરીઓ આપીને 10 કરોડ રૂપિયા ઉપરાંત સરકારી ગ્રાન્ટ ના નાંણા ફાળવી દેવાના આ વહીવટ સામે તત્કાલિન સમયના પ્રભારી મંત્રી અને રાજકીય પદાધીકારીઓ અંધારામાં રહ્યા કે રાખવામાં આવ્યા હોવાના આ ચોકાવનારા ખેલોના રહસ્યો ત્યારે જ બહાર આવશે કે જ્યારે તત્કાલીન સમયના પ્રાયોજના વહીવટદાર સત્ય આધારીત ખુલાસો કે જવાબ આપે તો જ ખબર પડે.!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!