રાહુલ ગારી :- ગરબાડા
હવામાંન વિભાગની આગાહી સાચી પડી.
ગરબાડા પંથકમાં કમોસમી માવઠાના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ..
ગરબાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતિ..
ગરબાડા તા.. ૨૬
હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે.ગરબાડામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ બપોરના એક વાગ્યાના સમયે ગરબાડા તાલુકા સહિત સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદથી વાતાવરણમાં ઠંડીનું મોજું ફરી વળ્યુ હતું.ગરબાડા પંથકમાં ભર શિયાળે કમોસમી માવઠું વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.રવિ પાકના વાવેતર સમયે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ૨૭ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે.