
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ચમારીયા ગામે xylo અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો:ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..
સંજેલીથી પીછોડા સુલીયાત જતો સિંગલ પટ્ટી રસ્તો અકસ્માત ઝોન બન્યું
કાળમુખી વળાંકમાં બંને કાર સામસામે ભટકાતા કારનો ફુરચો વળ્યો..
લગ્નમાંથી પરત ફરતી વેળાએ ચમારિયા વળાંકમાં બંને કાર વચ્ચે અકસ્માત..
તંત્ર દ્વારા વહેલી તકે રસ્તો પહોળો કરી અને ડબલ પટ્ટી બનાવવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ.
સંજેલી તાં.26
સંજેલી થી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સંજેલી થી પિછોડા લીમડા સુધી ચાર કિમી ના રસ્તો સિંગલ પટ્ટી હોવાને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે. કેટલાય લોકોના ભોગ લીધા છે એ જ માર્ગ પર અગાઉ પણ સિંગલ પટ્ટી રસ્તા ના કારણે પ્રતાપપુરા ગામે ઇકો કાર ચાલકે સામેંથી આવેલ વાહનને સાઈડ આપવા માટે રોડથી નીચે ઉતારતા જ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેમાં કાર રોડની સાઈડમાં ઉભેલા બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. જ્યારે આજરોજ સંજેલી તાલુકાના ચમારિયા ગામે કાળમુખી વળાંકમાં xylo ગાડી અને કાર વચ્ચે સામ સામે અકસ્માત સર્જાયો જયારે અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ચાલક સહિત સવાર વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા જેમાં 3 જેટલાં વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જયારે કારની કચ્ચરઘાણ વળી ગયો હતો. સંજેલી થી ગોધરા તરફ જવાનો તાલુકાનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ ઘણા વર્ષોથી ગ્રામજનોની રસ્તો પહોળો કરવાની માંગ છતાં પણ તંત્ર દ્વારા આ રસ્તાને પહોળો કરવામાં આવતો નથી જેથી અવાર નવાર આ સિંગલ પટ્ટી રસ્તાને કારણે કેટલાય અકસ્માતો સર્જાયા છે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તો પહોળો કરી અને ડબલ પટ્ટી બનાવવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે.