રાજેશ વસાવે :- દાહોદ
મહુડી ગામે આદિવાસી સમાજની જનજાગૃતિ માટેની ચિંતન શિબીર યોજવામાં આવી
દાહોદ તા. ૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મા આજ રોજ મહુડી ગામે આદિવાસી પરિવાર દ્વારા આદિવાસી સમાજ ને જનજાગૃતિ માટે ચિંતન શિબીર નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના વડીલો,યુવાઓ તેમજ મહિલાઓની ઉપસ્થિતિ દેખવા મળી હતી આ શિબીર માં સમાજ ના આગેવાનો દ્વારા સમાજના હકક અધિકારો, શિક્ષણ ,યુવાઓમાં બેરોજગારી બાબતે માહિતી આપવામાં આવી હતી જેમાં દિપસિંગભાઈ બારીયાનાઓએ આદિવાસીઓ ને જમીની હકક તેમજ રૂઢિગત પારંપારિક ગ્રામસભા અને અનું સૂચિ 5, પૈસા એક્ટ બાબતે જાણકારી આપી હતી તેમજ બાબુભાઈ નિનામાએ આદિવાસીઓની ફેવર માં આવેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાબતે જાણકારી આપી હતી આમ રાજેશભાઈ વસૈયા નાઓએ બાળકોના શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું ત્યાર બાદ આ શિબીર ની પૂર્ણાહુતી માટે શંકરભાઈ વસૈયાનાઓ આભાર વિધિ કરી પૂર્ણાહુતી કરી હતી.