Sunday, 06/07/2025
Dark Mode

કુપોષિત બાળકોના પ્રમાણને નાથવા તેમજ સામાજિક ઉપયોગીતા ને લઇ દાહોદના સ્ત્રી રોગના નિષ્ણાત તબીબનું અનોખો સેવાયજ્ઞ…છેલ્લા સાત વર્ષથી મહિનામાં એક દિવસ સગર્ભા મહિલાઓની મફતમાં સારવાર આપતાં આદિવાસી પરિવાર દ્વારા સન્માનિત કરાયા..

September 9, 2021
        949
કુપોષિત બાળકોના પ્રમાણને નાથવા તેમજ સામાજિક ઉપયોગીતા ને લઇ દાહોદના સ્ત્રી રોગના નિષ્ણાત તબીબનું અનોખો સેવાયજ્ઞ…છેલ્લા સાત વર્ષથી મહિનામાં એક દિવસ સગર્ભા મહિલાઓની મફતમાં સારવાર આપતાં આદિવાસી પરિવાર દ્વારા સન્માનિત કરાયા..

 રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકો નુ પ્રમાણ વધે નહીં તે માટે સગૅભા મહિલાઓને વિના મુલ્યે સારવાર આપતા જાણિતા સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ ડો કે.આર ડામોર નુ આદિવાસી પરિવાર દ્વારા કરાયેલ સન્માન
——————————–
દાહોદ તા.09

કુપોષિત બાળકોના પ્રમાણને નાથવા તેમજ સામાજિક ઉપયોગીતા ને લઇ દાહોદના સ્ત્રી રોગના નિષ્ણાત તબીબનું અનોખો સેવાયજ્ઞ...છેલ્લા સાત વર્ષથી મહિનામાં એક દિવસ સગર્ભા મહિલાઓની મફતમાં સારવાર આપતાં આદિવાસી પરિવાર દ્વારા સન્માનિત કરાયા..પ્રધાનમંત્રી જન સુરક્ષા અંતર્ગત દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકો નુ પ્રમાણ વધે નહી તે હેતુ માટે તથા સામાજિક સેવા ની ઉપયોગીતા ને લક્ષ્ય મા લઈ છેલ્લા સાત વષૅ થી દાહોદ ના જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત અને આદિવાસી સમાજ ના અગ્રણી ડો કે.આર ડામોર દ્વારા દર માસ ની નવમી તારીખે દાહોદ જિલ્લાની તેમજ ગરીબ સગૅભા મહિલા દરદીઓને વિના મુલ્યે જરૂરી તપાસ કરીને જરૂરી સારવાર કરે છે તેમજ જરૂરી માગૅદશૅન પુરુ પાડે છે.દર માસે બસ્સો થી વધુ મહિલાઓ લાભ લે છે
ડો કે આર ડામોર ની નિષ્ઠાપૂર્વક ની ઉમદા સેવા ને બિરદાવી આદિવાસી પરિવાર દાહોદ દ્વારા આદિવાસી સમાજ ના અગ્રણી શ્રી દિનેશભાઈ બારીયા,નયનભાઈ ખપેડ,કુલદીપભાઈ તડવી આદિવાસી સાસ્કૃતિક યુવા ટ્રસ્ટ ના પ્રમુખ રાજેશ ભાભોર મંત્રી નરેન્દ્ર ડાગી .પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના દાહોદ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ચાવડા,મેહુલભાઈ નિસરતા તેમજ આદિવાસી સમાજ ના સેવાભાવી કાયૅકતાઓ ની ઉપસ્થિત મા શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ અવસર પર સારવાર માટે આવેલ મહિલાઓ ને આદિવાસી પરિવાર દ્વારા બીસ્કીટો ના પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!