
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના માંડલી ગામે ધમધમતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી: આઠ જુગારીયા અડધા લાખની માલમતા સાથે ઝડપાયા..
પોલીસે રોકડ રકમ મોબાઈલ મળી 52 હજારની માલમતા જપ્ત કરી, એક જુગારીઓ ફરાર.
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામે પત્તા પાના વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૦૯ પૈકી આઠ જુગારીઓને ઝડપી પાડી જ્યારે એક જુગારી પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહેતા પોલીસે ઝડપાયેલ ૦૮ જુગારીઓની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૪૮,૮૫૦ તેમજ ૦૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૫૨,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
સંજેલીના માંડલી ગામે જાહેરમાં પાના પત્તા વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા વૈભવકુમાર સુરેશકુમાર જૈન, મજીદ સત્તાર શેખ, રીઝવાનભાઈ રજાકભાઈ તુરા, બન્ટુભાઈ લક્ષ્મણભાઈ હરીજન, રમણભાઈ ધનાભાઈ ચારેલ, દલપતસિંહ બળવંતસિંહ ખાંટ, વિકાસભાઈ નરેન્દ્રભાઈ જૈન અને દાકરભાઈ મહમંદભાઈ શેખને પોલીસે ઝડપી પાડ્યાં હતાં જ્યારે અલ્કેશભાઈ ધુળાભાઈ બામણીયા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત ૦૮ જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૪૮,૮૫૦ તેમજ ૦૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૫૨,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સંજેલી પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————