રાજેશ વસાવે :- દાહોદ
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત.
દાહોદ નજીક આરટીઓ ચેકપોસ્ટ પાસે અજાણ્યો ફોરવીલર ગાડીની ટકરે ઓટોરિક્ષા પલટી મારી:એક મહિલા સહિત પાંચ ઈજાગ્રસ્ત.
ગાડી ચાલક ફરાર, ચાલકનો બચાવ…
દાહોદ તા.31
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગુજરાત તરફથી પૂર ઝડપે આવતી અજાણી ફોરવીલર ગાડી ના ચાલકે એક મુસાફરો ભરેલી ઓટોરિક્ષાને પાછળથી જોશભેર ટક્કર મારી ફરાર થઈ જવા પામ્યો હતો. જેના પગલે સર્જાયેલા અકસ્માતમાં ઓટોરિક્ષા ગાડી પલટી મારી જતા રિક્ષામાં સવાર એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતો ની વણથંબી વણઝાર જોવાતા આ હાઇવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે.. તારે આજરોજ સવારના સમયે આ હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માત નો બનાવ સામે આવ્યો હશે જેમાં કતવારા ગામનો ઓટો રીક્ષા ચાલક પોતાના કબજા હેઠળની Gj-20-W-3961 નંબર ની રિક્ષામાં મુસાફરો ભરીને હાઇવે પરથી કતવારા તરફ જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં આરટીઓ ચેકપોસ્ટ નજીક ગોધરા તરફથી પૂર ઝડપે આવતી એક ફોરવીલર ગાડી ના ચાલકે આગળ ચાલી રહેલી ઓટોરિક્ષા ને જોસભેર ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ઓટોરિક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં સવાર દાહોદ તાલુકાના વાંકીયા સીમળીયા ગામના નિશાળ ફળિયાના રમેશ પરમાર, ખાપરીયા રાતીગર ગામના ડામોર ફળિયાના અનિલ ગણાવા, દસલા તળાવ ફળિયા ગામના દીપાભાઇ રૂપાભાઈ ગરવાળ, ચંદવાણા લેહરી ફળિયાની રોશનીબેન સરથાણા, તેમજ મોટી લખેલી પટેલ ફળિયાના સંજયભાઈ આમલીયાર સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટના બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત્રોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધા હતા. જ્યારે આ બનાવ દરમિયાન ઓટોરિક્ષાને ટક્કર મારનાર અજાણ્યો ફોરવીલર ગાડીનો ચાલક પોતાનું વાહન લઇ ફરાર થઈ જવા પામ્યો હતો.