રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી મર્ડરનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.
મિલાપ શાહ મર્ડર કેસમાં પોલીસની ટીમોએ આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું..
સંખ્યાબંધ ગુના આચારનાર સુરજે અન્ય ગુનાની કબૂલાતથી પાંચ અંડરટેકટ ગુનાઓ શોધાયા.
દાહોદ તા. ૩૧
દાહોદના બહુ ચકચારી મિલાપ શાહ હત્યાકાંડનું રીકન્સ્ટ્રક્શન આજે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં વિડીયોગ્રાફી સાથે પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ હાથ ધરાયેલા રીકન્સ્ટ્રક્શનમાં ઝીણી ઝીણી વિગતો અને ખૂટતી કડીઓને સાંકળવામાં આવી હતી.ફોરેન્સિક નિષ્ણાંતો,સાહેદો તથા પંચોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે સમગ્ર ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન વિવિધ સ્થળોએ ભારે લોકટોળા ઉમટ્યા હતા.
મિલાપ શાહ મર્ડરના હત્યાના દિવસે આરોપી દ્વારા કરવામાં આવેલી તમામ ગતિવિધિ અને હત્યાના સ્થળે શું શું બન્યું. મ? અને કેવી રીતે બન્યું?તે અંગેની રજેરજની માહિતી તેમજ આ મર્ડર કેસમાં ખૂટતી કડીઓને જોડવા માટે આજરોજ દાહોદ sp ડોક્ટર રાજદીપ સિંહ ઝાલાની અગવાઈમાં હત્યાના મુખ્ય સૂત્રધાર સુરજ દાનસીંગને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીને ટાઉન પોલીસ મથકથી જે હોટલમાં કામ કરતો હતો. અને હત્યાકાંડને અંજામ આપવાની શરૂઆત થઈ હતી. તે સ્થળે લઈ જવામાં આવ્યો હતો
ત્યારબાદ આરોપી સુરજે હોટલમાંથી નીકળી જુના કોર્ટ રોડ પર આવેલ મેડિકલ સ્ટોર પરથી દવાઓ ખરીદી હતી. તેમજ નજીકમાં આવેલા લુહારની દુકાન ઉપર જઈ હત્યાંમાં વપરાયેલ છરો ખરીદવામાં આવ્યો હતો.અને જે બાદ આરોપી અન્ય સાથીદારો સાથે રેલવે સ્ટેશન પર ગયો
હતો. અને ત્યાંથી મિલાપ શાહ લેવા આવતા પહેલા હિન્દૂ ધર્મશાળા ખાતે ગયો હતો. આ પહેલા ધર્મશાળાની બહાર જે દુકાન પર ચા પીધી. મોપેડ પર બેસીને હત્યાના સ્થળે પહોંચ્યો હતો.જ્યાં બન્ને કેવી રીતે પહોંચ્યા ત્યારબાદ બંધ રૂમમાં શું બન્યું.અને હત્યા બાદ પરત મિલાપ શાહની મોપેડ ગાડી લઇ આરોપી રેલવે સ્ટેશન ગયો અને ત્યાંથી ટ્રેન મારફતે મુંબઈ જવા રવાના થયો ત્યાં સુધીની આરોપીની તમામ ગતિવિધિઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં asp વિશાખા જૈન,એ ડિવિઝન પી.આઇ. દિગ્વિજયસિંહ પઢિયાર, એલસીબી પીઆઇ કે.ડી ડીંડોર, એલસીબી પીએસઆઇ ધણેશા, કે. એલ ડામોર. તથા ગાંધીનગર ફોરેન્સિક ટીમના સભ્યો પણ હાજર હતા.
ધર્મશાળામાં રૂમ બુક કરાવતા વેળાએ મિલાપ શાહના ઓળખીતા ન આવ્યા હોત તો મિલાપશાહ હત્યા કાંડ હિન્દૂ ધર્મશાળામાં જ સર્જાયો હોત..?
મિલાપ શાહ અને આરોપી સૂરજ હત્યાના દિવસે સોં પ્રથમ હિન્દૂ ધર્મશાળા ગયા હતા. અને ત્યાં મિલાપ શાહે પોતાની આઇડી આપી રૂમ બુક કરવા જણાવતા ધર્મશાળાના મેનેજરે તમારા નામે નહિ પણ જેને રોકાવવાનું છે. તેનું આઇડી જોઈશે એમ જણાવ્યું હતું. આ દરમિયાન ધર્મશાળાના વહીવટ દાર કે જેઓ મિલાપ શાહને ઓળખતા હતા. તેઓ આવી જતા મિલાપ શાહ અને સુરજે અમે આવીએ તેમ કહી જગ્યા છોડી દીધી હતી. અને પરત ન આવી મિલાપ શાહના સબંધીના બંધ ઘરમાં પહોંચ્યા હતા.જ્યાં આ ઘટના ઘટવા પામી હતી. ત્યારે આવી આ શંકા કરવો અસ્થાને નથી કે જો ધર્મશાળાના વહીવટદાર કદાચ હિસાબ લેવા ન આવ્યા હોત તો મિલાપ શાહ અને સુરજ રૂમ બુક કરાવી ધર્મશાળામાં જ રોકાઈ જતા.અને આજ હત્યાકાંડ જે તેમના સગા સંબંધીના બંધ મકાનમાં સર્જાયું છે તે કદાચ હિંદુ ધર્મશાળામાં સર્જાયો હોત.જો જો ધર્મશાળાના સંચાલકે જેને રોકાવાનું છે તેનું આઈડી કાર્ડ ન માંગ્યું હોત તો સુરત તેનું આઈડી કાર્ડ બાજુની ઝેરોક્ષની દુકાનમાં ઝેરોક્ષ ના કરાવતો અને સીધી રીતે આ આઈકાર્ડ પોલીસને પ્રાપ્ત ન થતો.
દાહોદ પોલીસે રિમાન્ડ દરમિયાન સૂરજ અને રણજિત પોલ દ્વારા આચરેલા અન્ય ગુનાનો ભેદ ઉકેલ્યો.
મિલાપ શાહ હત્યાકાંડના મુખ્ય આરોપી સૂરજ સાથેનો સહ આરોપી પણ એક કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવવા પામ્યું છે.મુંબઈ ખાતે એક લૂંટનો ગુનો બન્ને જણાએ સાથે કરીઓ હોવાનું કબૂલ્યું છે જોકે અત્યારનો મુખ્ય સૂત્રધાર મુંબઈ ખાતે 2020/21/22 માં અનુક્રમે મુંબઈના સ્થાને થાણે/કલ્યાણ, બોઈસર તેમજ નાલાસોપારા જેવા વિસ્તારોમાં છુરાબાજી , તેમજ બે લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.તો સાથે સાથે દાહોદ પોલીસે મિલાપ શાહ હત્યા કેસમાં પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ત્રણેય બનાવો જે વણઉકેલ્યા હતા.
તેમનો પણ ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે.એટલું જ નહીં 2019 માં પાડોશી દેશ નેપાળમાં પણ 307 એટલે હત્યાના પ્રયાસ સહિત બે ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.આ સિવાય મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં સુરજે આચરેલા અને વણ ઉકેલાયા ગુનાના ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા હતા. તો સુરજની સાથે સહઆરોપી રણજીત પોલ પણ અને ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુરજ અને રણજીત પોલ દ્વારા બીજા કોઈ પુના આચરેલા છે કે કેમ તે અંગેની તપાસ પણ રીમાન્ડ દરમિયાન બહાર આવશે તેમાં કોઈ બે મત નથી.