Saturday, 11/05/2024
Dark Mode

દાહોદના મુક્તિધામમાં લઘુમતી સમાજના અસામાજિક તત્વોએ ભેરુનાથના પ્રતિમા જોડે તોડફોડ કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવવાનો કર્યો હીન પ્રયાસ, મંદિરની દાનપેટીમાંથી ત્રણ હજાર રૂપિયાની લૂંટ..

September 6, 2021
        1237
દાહોદના મુક્તિધામમાં લઘુમતી સમાજના અસામાજિક તત્વોએ ભેરુનાથના પ્રતિમા જોડે તોડફોડ કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવવાનો કર્યો હીન પ્રયાસ, મંદિરની દાનપેટીમાંથી ત્રણ હજાર રૂપિયાની લૂંટ..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના મુક્તિધામમાં લઘુમતી સમાજના અસામાજિક તત્વોએ ભેરુનાથના પ્રતિમા જોડે તોડફોડ કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવવાનો કર્યો હીન પ્રયાસ, મંદિરની દાનપેટીમાંથી ત્રણ હજાર રૂપિયાની લૂંટ ચલાવી,

લઘુમતી સમાજના 5 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો 

દાહોદ તા.૦૬

દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ હિન્દુ સ્માશાન ગૃહ ખાતે ગતરોજ એક લઘુમતિ કોમના ઈસમ સ્મશાનગૃહની ભગવાન ભેરૂનાથની પ્રતિમાના વાહન શ્વાન (કાળીયો) ને તોડી નાંખી નુકસાન પહોંચાડી હિન્દુ આસ્થાને લાગણીને દુભાવી સ્મશાનગૃના ચોકીદાર સહિત કેટલાંક ઈસમો સાથે આ લઘુમતિ કોમના યુવક સહિત તેની સાથે તેની સમાજના

અન્ય ચાર જેટલા ઈસમોએ ચોકીદાર સહિત તેમની સાથેના વ્યક્તિઓ સાથે ઝઘડો તકરાર કરી જાતિ અપમાનીત શબ્દો બોલી મંદિરની દાન પેટીમાંથી રૂા.૩૦૦૦ની રકમની લુંટ કરતાં આ સમાચાર દાહોદ શહેર સહિત જિલ્લામાં વાયુવેગે ફેલાતાં ચકચાર સહિત હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આ મામલે પાંચ લઘુમતિ સમાજના યુવકો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદ તાલુકાના મોટાઘાંચીવાડ વિસ્તાર પટેલીયાવાડમાં રહેતાં નરેશભાઈ રમેશભાઈ પસાયા દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ હિન્દુ સ્માશાનગૃહમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૦૫મી સપ્ટેમ્બરાના રોજ નરેશભાઈ તથા તેમની સાથે કેટલાંક વ્યક્તિઓ સ્મશાનગૃમાં મંદિરમાં સેવા કરવા ગયાં હતાં. આ દરમ્યાન ત્યાં અરબાજ રસિકભાઈ પાટુક (મુસ્લીમ) (રહે. કસ્બા, દાહોદ) ત્યાં આવ્યો હતો અને સ્મશાનગૃમાં આવેલ ભેરૂજી મંદિરમાં મુકી રાખેલ ભગવાન ભેરૂનાથ પ્રતિમાના વાહન શ્વાન(કાળીયો) ને તોડી નાંખી હતી. આ જાેઈ નરેશભાઈ તથા તેમની સાથેના માણસોએ પોતાની હિન્દુ લાગણી દુભાતા આવું ન કરવા જણાવ્યું હતું ત્યારે અરબાજ પોતાની સાથે હુસેન એહસાન શેખ, મુસ્તકીન અખ્તર સામ, જુનેદ ઉર્ફે આફ્રીદી જાકીરભાઈ સામદ અને સોહીલ સોએબ સામદ (તમાર રહે. કસ્બા, ઘાંચીવાડ, દાહોધ)ને સાથે લાવ્યો હતો અને ઉપરોક્ત પાંચય જણાએ સ્મશાનગૃહના ચોકીદાર નરેશભાઈ તથા તેમની સાથેના માણસોને બેફામ ગાળો બોલી, જાતિ અપમાનીત કર્યાં હતાં અને મંદિરની પારદર્શી દાન પેટીમાંથી રોકડા રૂપીયા ૩૦૦૦ લુંટ ચલાવી નરેશભાઈ તથા તેમની સાથેના માણસોને મારી નાંખવાની ધમકીઓ આપી નાસી ગયાં હતાં.

આ સંબંધે સ્મશાનગૃહના ચોકીદાર નરેશભાઈ રમેશભાઈ પસાયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!