Wednesday, 04/12/2024
Dark Mode

ઝાલોદ મનરેગા શાખાનો આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

October 31, 2023
        954
ઝાલોદ મનરેગા શાખાનો આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

બાબુ સોલંકી :- સુખસર 

ઝાલોદ મનરેગા શાખાનો આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

મનરેગા યોજના હેઠળ કરેલ પાણીના નાળાં બનાવવાની કામગીરી અંગેના રૂપિયા ૪૨,૯૩,૪૧૧ મંજૂર કરવા આરોપીએ રૂપિયા ૫૦ હજાર લાંચની માંગણી કરી હતી

સુખસર,તા.૩૧

 દાહોદ જિલ્લાના ઝાલોદ મનરેગા શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરના ઓએ મનરેગા યોજના હેઠળ કરેલ કામગીરી ના ફરિયાદી પાસે ટકાવારી ના નાણાંની માંગણી કરતાં અને ફરિયાદી આ લાંચના નાણાં આપવા નહીં માંગતા હોય દાહોદ એ.સી.બી નો સંપર્ક કરી છટકું ગોઠવતાં લાંચિયા કર્મચારીને લાંચના નાણાં સ્વીકારતા એ.સી.બીના છટકામાં રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં જિલ્લાના લાંચિયા કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.

     પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના ફરિયાદીના કુલ ચાર બિલોના રૂપિયા ૪૨,૯૩૪૧૧ મંજૂર થવા સારું ફરિયાદીએ આ કામના આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર(કરાર આધારિત)તાલુકા પંચાયત કચેરી ઝાલોદના ઓને કાયદેસરની પ્રક્રિયા અનુસાર આપેલ હતા.જે બીલો મંજૂર કરી આપવા છટકામાં રંગે હાથ ઝડપાયેલ આરોપીએ કુલ રકમની ૧૦% રકમ ફરિયાદી પાસે માંગણી કરતા ફરિયાદી પાસે પૂરા પૈસાની સગવડ ન હોય ફરિયાદીએ આરોપીને રૂપિયા ૫૦,૦૦૦ આપવા જણાવી બાકીના પૈસા પછી કરી આપીશ તેવું જણાવેલ હોય ફરિયાદી લાચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરિયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી બાયપાસ રોડ,ઠુઠી કંકાસિયા ચોકડી,ઝાલોદ મુકામે આ કામના આરોપીએ પંચ એકની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫૦,૦૦૦ ની લાંચ ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.તેમજ આરોપીને એ.સી.બી એ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.

      ઉપરોક્ત લાંચના છટકામાં ટ્રિપિંગ અધિકારી તરીકે કે.વી ડીંડોર પોલીસ ઇન્સ્પેક્ટર,એ.સી.બી પોલીસ સ્ટેશન દાહોદ તથા સુપર વિઝન અધિકારી તરીકે બી.એમ પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી પંચમહાલ એકમ, ગોધરાના ઓએ લાંચના છટકાનું સફળ ઓપરેશન કરતા જિલ્લાના લાંચિયા અધિકારીઓમાં હલચલ સાથે ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!