Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના જેકોટ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 108 ના કર્મચારીનું વડોદરા સારવાર દરમિયાન મોત:અન્ય બે ઈજાગ્રસ્ત..

September 4, 2021
        1379
દાહોદ તાલુકાના જેકોટ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 108 ના કર્મચારીનું વડોદરા સારવાર દરમિયાન મોત:અન્ય બે ઈજાગ્રસ્ત..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકાના જેકોટ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 108 ના કર્મચારીનું વડોદરા સારવાર દરમિયાન મોત:અન્ય બે ઈજાગ્રસ્ત

 વડોદરાના હોસ્પિટલમાં સારવાર માટે દર્દીને મુકવા ગયેલા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીઓને પરત ફરતા જેકોટ નજીક નડ્યો અકસ્માત 

દાહોદ તા.૦૪

દાહોદ તાલુકાના જેકોટ ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા હાઈવે રસ્તા ઉપર ઉભેલ ટ્રકની પાછળ અચાનક અથડાતાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સર્જાયેલ આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત ત્રણ જણાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ત્રણેયને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડાતાં ઈ એમ ટી કર્મચારીનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રીના દાહોદની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાની ગાડી વડોદરા પેસેન્ટને મુકી દાહોદ પરત આવતી હતી. આ ગાડીમાં ડ્રાઈવર તાજીયાખાન હુસેલખાન પઠાણ, ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન ધર્મેન્દ્રભાઈ હિંમતસિંહ બારીયા અને ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ જમીલ હુસેન શેખ સવાર હતાં. વડોદરાથી દાહોદ આવતાં સમયે રાત્રીના વારેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના જેકોટ ગામે નેશનલ હાઈવે ખાતે રસ્તામાં એક ટ્રક વગર પાર્કિંગ લાઈટ, ટ્રાફિકનું ડાઈવર્ઝન આપેલ ન હોઈ તેમજ પાછળના ભાગે રેડીયમ પટ્ટા તથા રીફ્લેટર લગાવેલ ન હોઈ આ ટ્રક અકસ્માત સર્જાય તેવી રીતે રસ્તા ઉપર ઉભેલ હતી. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ જેવી આ રસ્તા ઉપરથી પસાર થતાં ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ ટ્રક સાથે અથડાતાંની સાથેજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર સવાર ઉપરોક્ત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશના કર્મચારીઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો અન્ય ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ ગાડીને લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં ઈજાગ્રસ્ત ઉપરોક્ત કર્મચારીઓને લઈ પ્રથમ દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં પરંતુ ઈજાઓને ગંભીરતાને ધ્યાનમાં રાખી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ધર્મેશભાઈ હિંમતભાઈ બારીયાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે જી.વી.કે ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતાં મનોજકુમાર શ્યામલાલ વિશ્વકર્મા (રહે.ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) દ્વારા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર જેકોટ મુકામે માર્ગ અકસ્માત ઇજાગ્રસ્ત 108 ના કર્મચારીઓને વડોદરાના હોસ્પિટલ ખાતે રીફર કરાયા

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર જેકોટ મુકામે દરરોજ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ તેમજ ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇમરજન્સી 108 માં નોકરી કરતા ત્રણ કર્મચારીઓ ૧૦૮ ઇમર્જન્સીના પાઇલોટ, ઈએમટી ધર્મેન્દ્ર હિંમતસિંહ બારીયા, તેમજ 108 ના મુખ્ય સુપરવાઇઝર જમીલ ભાઈ ઈજાગ્રસ્ત થતા તેઓને તાબડતોડ સારવાર અર્થે વડોદરાના ધીરજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇએમટી ધર્મેન્દ્ર હિંમતસિંહ બારીયા નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 108ના પાયલોટ તેમજ ઇએમટી ધર્મેન્દ્ર બારીયા ગતરોજ એક દર્દીને સારવાર અર્થે વડોદરા ખાતે મૂકવા ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે તેઓના સુપરવાઇઝર જમીલભાઈ નાઈટ સુપરવિઝનમાં પીપલોદ ખાતે ગયા હતા. અને તેઓ પણ ઇએમટી તેમજ પાયલોટ સાથે એમ્બયુલેન્સમાં દાહોદ તરફ આવી રહ્યા હતા. તે સમયે જેકોટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 108 ના ત્રણેય કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

માર્ગ અકસ્માતમાં મરણ જનાર EMT ધર્મેન્દ્ર બારીયા અઠવાડિયા પહેલા બીએડ પૂરું કર્યું હતું.

મૂળ મોરવા હડફ તાલુકાના કડાદરા વતની અને હાલ ગરબાડાના પાંચવાડા મુકામે રહેતા ધર્મેન્દ્રભાઈ 108 માં નોકરી ની સાથે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વિજાપુરની યુનિવર્સિટીથી બી.એડ્.ની તૈયારીઓ કરી રહ્યા હતા. અને ગત અઠવાડિયે જ તેઓનું બીએડની ફાઇનલ પરીક્ષામાં પાસ થતાં બીએડનું ભણતર પૂરું કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!