કલ્પેશ શાહ :- સીંગવડ
રણધીકપુરના વેપારીએ 7.76 લાખની ડાંગરની ખરીદી બાદ છેતરપિંડીનો મામલો..
- લીમખેડા કોર્ટે ચેક બાઉન્સના કેસમાં વેપારીને એક વર્ષની સજા અને 5,000 નો દંડ ફટકાર્યો..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના સીંગવડ, સીંગવડ રણધીકપુરના એક વેપારી દ્વારા અન્ય વેપારી પાસેથી ૨૦૧૮ના વર્ષમાં રૂા. ૭,૭૬,૭૩૫ની કિંમતની ડાંગરની ખરીદી કર્યા બાદ આ રકમના બે અલગ અલગ ચેકો આપ્યાં હતાં ત્યારે વેપારીએ આ રકમના ચેક બેન્કમાં નાંખતાની સાથે ચેકો બાઉન્સ થતાં આ મામલે વેપારીએ લીમખેડા કોર્ટમાં ફરિયાદ કરતાં આ મામલે કોર્ટે વિશ્વાસઘાત કરનાર વેપારીને એક વર્ષની સજા અને રૂા. ૫,૦૦૦નાં દંડનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
વર્ષ ૨૦૧૮ના વર્ષમાં સીંગવડ, રણધીકપુરના વેપારી ઓમપ્રકાશ બાલકિશન શાહ પાસેથી ખેડા જિલ્લાના ઉમીયાપુરા ગામના કેવલ ઈન્ડ્રસ્ટ્રીઝ નામથી વેપાર કરતાં રશ્મિકાંતભાઈ રતિલાલ પટેલે રૂા. ૭,૭૬,૭૩૫ ની કિંમતની ડાંગર ખરીદી હતી. આ પેટે રશ્મિકાંતભાઈ પટેલે ઓમપ્રકાશ શાહને રૂા. ૫,૦૦,૦૦૦ અને રૂા. ૨,૦૦,૦૦૦ એમ મળી બે જુદી જુદી રકમના ચેકો આપ્યાં હતાં. આ બે ચેકો ઓમપ્રકાશ શાહ દ્વારા બેન્કમાં જમા કરાવતાં બંન્ને ચેકો ખાતામાં રકમ ન હોવાને બાઉન્સ થતાં આ મામલે ઓમપ્રકાશ શાહ દ્વારા લીમખેડની કોર્ટમાં ફરિયાદ કરી હતી ત્યારે લીમખેડાની કોર્ટ દ્વારા વેપારી રશ્મિકાંતભાઈ પટેલને દોષી જાહેર કરી ૧૩૮ મુજબના કેસ સબબ એક વર્ષની કેદની સજા અને રૂા.૫,૦૦૦ ના દંડનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
———————–