મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ગ્રામ પંચાયતની જમીન પર ભૂમાફિયાનો કબજો, સર્વેયર દ્વારા માપણી હાથ ધરવામાં આવી.
સંજેલી સરપંચ તલાટીની સાંઢગાંઠથી ગૌચરમાં બાંધકામ કરેલ હોવાની ચર્ચાઓ
સંજેલી પંચાયત તંત્રને રજૂઆત છતાં સરપંચ તલાટી ઘોરનિંદ્રામાં.
સ્ટેટ વખત ગામના હિત માટે ગ્રામ પંચાયતને એક પરિવાર દ્વારા આપેલ જમીન ભુમાફિયાઓએ પચાવી..
માપણી દરમિયાન ગ્રામ પંચાયતને દાનમાં આપેલી જમીનના પરિવારો સ્થળ પર હાજર:સરપંચ સ્થળ પરથી ફરાર
સંજેલી તા.23
સંજેલી વિલેજ ગ્રામ પંચાયતની જમીન પર સરપંચ તલાટીની મીલીભગતથી ભૂમાફિયા દ્વારા રાતોરાત ગેરકાયદેસર પંચાયતની મંજૂરી કે પરવાનગી લીધા વિના જ પૂર્ણ કરી અને રસ્તો બનાવી દેતા વિવાદ સર્જાયો હતો.જે બાદ મામલો વિવાદમાં આવતા સંજેલી મામલતદારે સ્ટે મૂકી પંચાયતને માપણી કરાવવા માટે સુચના આપી હતી. જે બાદ માપણી માટે સરવૈયર આવતા દાનમાં આપેલી જમીનના ખાતેદારો અને ગામના જાગૃત નાગરિકો આવી પહોંચતા સરપંચે જગ્યા છોડી મૂકી ચાલતી પકડી હતી.પંચાયતના નકશામાં સ્પષ્ટ પંચાયતની જમીન હોવા છતાં ભૂમાફિયાના જમીન પચાવવા ધમપછાડા કરી રહ્યા હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે.
સંજેલી વિલેજ ગ્રામ પંચાયતની સંતરામપુર રોડ પર આવેલી વોટર વર્ક્સની બે કુવા સાથેની સર્વે નંબર 6 ની આઠ ગુંઠા ધરાવતી જમીન પર સંજેલી નગરના ભૂમાફિયા પ્રિન્સ જગદીશ કુમાર વાગરેચા દ્વારા સરપંચ અને તલાટી સાથે મેળાપીપળા કરી અને રાતોરાત પંચાયતની ખરાબા વાળી જમીન પર પૂરર્ણ કરી રસ્તો બનાવી તેમજ વર્ષો જુના પુષ્પ સાગર તળાવના વહેણના અવનાને સાંકડો કરી દેતા ગામના જાગૃત નાગરિક અને સ્થાનિક સોસાયટી દ્વારા તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરતા ખળભાટ મચી જવા પામ્યો હતો.અને સંજેલી મામલતદારે ઇ કોર્ટ હેઠળ કેસ નોંધી સ્ટે મૂકી સંજેલી ગ્રામ પંચાયતને જમીન ની માપણી કરી અને થયેલું દબાણ દૂર કરવા માટે સુચના આપવામાં આવી હતી.જેનું દાહોદ સર્વેયર દ્વારા માપણી માટે સ્થળ પર આવતા જ સરપંચ તલાટી દ્વારા બારોબાર ગ્રામ પંચાયતના સભ્યો કે તાલુકા કક્ષાએ જાણ કર્યા વિના જ ભૂમાફિયાની ઉપસ્થિતિમાં માપણી હાથ ધરવામાં આવી હતી.જેની જાણ ગામના જાગૃત નાગરિકને થતા જાગૃત નાગરિકો તેમજ ગ્રામ પંચાયતને પીવાના પાણી તેમજ ગ્રામજનોને ફાયદા રૂપ થાય તે હેતુ માટે દાનમાં આપેલી જમીનના વારસદારો પર સ્થળ પર દોડી આવ્યા હતા. અને સરપંચ તેમજ તલાટી ને જમીન પર ગેરકાયદેસર રસ્તો કેમ કાઢવામાં આવ્યો છે. અને આ જમીન માત્ર ગ્રામ પંચાયતને વિકાસના કામ માટે જ ફાળવવામાં આવવી છે અને જેમાં જિલ્લા કલેકટર ની કોઈપણ જાતની પરવાનગી વિના આ ગ્રામ પંચાયતની ખરાબ ની જમીન પર કોઈ પણ જાતનું બાંધકામ કરી શકાય નહીં તેઓ નંબર છ માં ઉલ્લેખ હોવા છતાં પણ સરપંચ અને તલાટીની રહેમ નજર હેઠળ ભૂ માફિયા સાથે મળી જઇ અને રાતોરાત ગ્રામ પંચાયતની કોઈપણ જાતની પરવાનગી કે અન્ય મંજૂરી મેળવ્યા વિના જ ખેતીની જમીનમાં પ્લોટો પાડવા અને પ્લોટીંગ નો ઊંચો ભાવ મેળવવા માટે મુખ્ય માર્ગથી રસ્તો બનાવી અને ગ્રામ પંચાયતની ખરાબાની જમીન પર કબજો મેળવી લેતા
હાહાકાર મચી જવા પામ્યો હતો સ્થળ પર ગામના આગેવાનો અને ખેડ હક ધરાવતા જમીન માલિકોના વારસદારો આવી પહોંચતા સરપંચને આ કોની પરવાનગીથી રસ્તો બનાવ્યો છે તેવી વાતચીત કરતા સરપંચે માપણી દરમિયાન સ્થળ પરથી જગ્યા છોડી અને નાસી છૂટ્યા હતા અને ગ્રામ પંચાયત તેમજ સર્વેયરના નકશામાં સ્પષ્ટ ગ્રામ પંચાયતની જમીન હોવા છતાં પણ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ભુ માફિયા ને સાવરતા હોય તેવું જોવા મળ્યું હતું. આવી ગ્રામ પંચાયતના સરપંચ સામે તાલુકાના અધિકારી દ્વારા તટસ્થ માપણી કરાવી અને સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.