
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ગરબાડા તાલુકાના વડવા ગામે લૂંટના બનાવની તપાસમાં ગયેલી પોલીસ ઉપર હુમલો:પથ્થરમારાથી સરકારી ગાડીઓ મળી ત્રણ વાહનોમાં તોડફોડ,
એક મહિલા સહિત પાંચ લોકોના ટોળાએ પોલીસ જવાનો પર હુમલો કરી ધીંગાણું મચાવ્યું
લૂંટના બનાવની તપાસમાં ગયેલી જેસાવાડા પોલીસના જવાનો ઉપર મારક હથિયારો સાથે ધસી આવેલા પાંચ લોકોના ટોળાએ કર્યો હુમલો
પોલીસ ઉપર પથ્થરમારો કરી સરકારી વાહનો સહિત ત્રણ વાહનોમાં કરી તોડફોડ
પોલીસ ઉપર થયેલા હિચકારા હુમલામાં એક જવાન ઇજાગ્રસ્ત
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં જેસાવાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વડવા ગામે બનેલ લુંટના બનાવ સંદર્ભે તપાસ કરવા જતાં મહિલા સહિત પાંચ જેટલા માથાભારે ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો જેવા કે, તીર કામઠા, લાકડી, ધારીયા જેવા મારક હથિયારો સાથે ઘસી આવી પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી પથ્થર મારતો કરતાં સરકારી વાહનો મળી કુલ ત્રણ વાહનોની તોડફોડ તમજ પથ્થર મારામાં નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓના ઝડપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૩૦મી ઓગષ્ટના રોજ ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એ.એસ.આઈ. બલવીરસિંહ વસંતભાઈ તથા તેમની સાથે તેમના સ્ટાફના માણસો સરકારી ગાડીમાં સવાર થઈ વડવા ગામે કટારા ફળિયામાં લુંટના બનાવ સંબંધે ગામમાં રહેતાં કનેશભાઈ રામસીંગભાઈ કટારાના ઘરે તપાસ કરવા ગયાં હતાં. આ દરમ્યાન રામસીંગભાઈ ભાવસીંગભાઈ કટારા, કલેશભાઈ રામસીંગભાઈ કટારા, રાજુભાઈ રામસિંગભાઈ કટારા, રમેશભાઈ મુળીયાભાઈ કટારા, રાજુભાઈની પત્નિ અને દિનેશભાઈ રામસિંગભાઈ કટારાનાઓ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે તીર કામઠા, લાકડીઓ, ધારીયા જેવા મારક હથિયારો સાથે કીકીયારીઓ કરી, બેફામ ગાળો બોલી પોલીસ કર્મચારીઓ તરફ ઘસી આવ્યાં હતાં અને પથ્થર મારો તેમજ તીર કામઠામાંથી તીર મારો કરી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યાેં હતો જેમાં એક પોલીસ કર્મચારી અજયભાઈને ડાબા હાથે તીર પણ વાગ્યું હતું અને ઈજા પહોંચી હતી. પથ્થર મારો અને તીર કામઠામાંથી તીર મારો કરતાં સરકારી વાહનો મળી લલિતભાઈની ફોર વ્હીલર ગાડીની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ભારે ધિંગાણાના પગલે વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે જેસાવાડા પોલીસ મથકના એ.એસ.આઈ. બલવીરસિંહ વસંતભાઈ દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-